Team India નો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મોટી મુશ્કેલીમાં!, જાણો શું છે મામલો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ખુબ ઓછા સમયમાં કરિયરમાં મોટી સફળતા આંબી છે. હાર્દિક પંડ્યા લક્ઝરી લાઈફ જીવવા માટે જાણીતો છે. વર્લ્ડ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાએ ખુબ જ ઓછા સમયમાં ખુબ દૌલત અને શોહરત મેળવી છે. હાર્દિક પંડ્યા વિશે પણ હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

Team India નો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મોટી મુશ્કેલીમાં!, જાણો શું છે મામલો

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ખુબ ઓછા સમયમાં કરિયરમાં મોટી સફળતા આંબી છે. હાર્દિક પંડ્યા લક્ઝરી લાઈફ જીવવા માટે જાણીતો છે. વર્લ્ડ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાએ ખુબ જ ઓછા સમયમાં ખુબ દૌલત અને શોહરત મેળવી છે. હાર્દિક પંડ્યા વિશે પણ હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કસ્ટમ વિભાગે તેની 5 કરોડની બે ઘડિયાળો જપ્ત કરી છે. 

કિંમત જાણીને દંગ રહી જશો
હાર્દિક પંડ્યાની ઘડિયાળની કિંમત જાણીને તમે દંગ રહી જશો. હાર્દિક પંડ્યાની આ બે ઘડિયાળોની કિંમત 5 કરોડ રૂપિયા છે. હાર્દિકની આ બે ઘડિયાળોએ ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી છે. હાર્દિક પંડ્યા માટે હાલ સમય લાગે છે કે સારો નથી. ટી20 વર્લ્ડ કપ બાદ સિલેક્ટર્સે તેને ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ કર્યો છે. હવે ખબર છે કે ટી20 વર્લ્ડ કપ બાદ UAE થી પાછા ફરેલા હાર્દિક પંડ્યાની 2 ઘડિયાળો કસ્ટમ વિભાગે જપ્ત કરી છે. 

કેમ જપ્ત થઈ ઘડિયાળો?
અમારી સહયોગી વેબસાઈટ ZEE News.com English એ એબીપી લાઈવના હવાલે જણાવ્યું છે કે હાર્દિક પંડ્યા પાસે આ ઘડિયાળોનું બિલ ન હતું અને તેમણે ઘડિયાળોને ડિક્લેર પણ કરી નહતી. ત્યારબાદ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે હાર્દિક પંડ્યાની 5 કરોડની બે ઘડિયાળો જપ્ત કરી છે. અત્રે જણાવવાનું કે હાર્દિક પંડ્યાને મોંઘી ઘડિયાળોનો ખુબ શોખ છે. તેણે થોડા સમય પહેલા જ Patek Philippe Nautilus Platinum 5711 ઘડિયાળ ખરીદી હતી. જેની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે. 

હાર્દિક પંડ્યાએ આપી પ્રતિક્રિયા
જો કે આ સમગ્ર મામલે હોબાળો મચ્યા બાદ હવે હાર્દિક પંડ્યાએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. એક ટ્વીટ કરીને તેણે મામલાની સચ્ચાઈ જણાવી છે. દુબઈથી પાછા ફરેલા હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બે લકઝૂરિયસ ઘડિયાળ જપ્ત કરી. હાર્દિક પંડ્યાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે 15 નવેમ્બરની સવારે દુબઈથી મુંબઈ પહોંચ્યા બાદ હું પોતે દુબઈથી જે સામાન ખરીદ્યો હતો, તેની કસ્ટમ ડ્યૂટી ચૂકવવા માટે એરપોર્ટ પર હાજર કસ્ટર કાઉન્ટર પર ગયો હતો. મારા વિશે સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. મે પોતે બધા સામાનની જાણકારી એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓને આપી છે. 

— hardik pandya (@hardikpandya7) November 16, 2021

જણાવી ઘડિયાળની સાચી કિંમત
પંડ્યાએ આગળ કહ્યું કે કસ્ટમ ડિપાર્ટમેન્ટે મારી પાસે તમામ દસ્તાવેજો માંગ્યા છે. તે હાલ યોગ્ય ડ્યૂટીના મૂલ્યાંકનમાં લાગ્યા છે. હું પૂરી ડ્યૂટી ભરવા માટે તૈયાર છું અને સોશિયલ મીડિયા પર ઘડિયાળની કિંમત 5 કરોડ જણાવવામાં આવી રહી છે તે ખોટી છે. ઘડિયાળ 1.5 કરોડ રૂપિયાની છે. 

ટી20 વર્લ્ડ કપમાં ફ્લોપ રહ્યો પંડ્યા
અત્રે જણાવવાનું કે હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપમાં બોલ અને બેટ બંને રીતે ફ્લોપ રહ્યો. પાંચ મેચોની ત્રણ ઈનિંગમાં 69 રન જ કરી શક્યો. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે હાર્દિક પંડ્યાને ડ્રોપ કરવામાં આવ્યો છે.  હાર્દિક પંડ્યાની જગ્યાએ વેંકટેશ ઐય્યરને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરાયો છે. 

भारत लौटते वक्त बुरी तरह फंसे हार्दिक पांड्या, एयरपोर्ट पर जब्त हुईं 5 करोड़ की 2 घड़ियां

તોફાની બેટિંગ અને ઘાતક બોલિંગમાં ઉસ્તાદ છે આ ખેલાડી
વેંકટેશ ઐય્યરે આઈપીએલ 2021ની 10 મેચોમાં 128.47ની સ્ટ્રાઈક રેટથી 370 થી વધુ રન કર્યા. જેમાં 4 અડધી સદી સામેલ છે. જમણા હાથના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર વેંકટેશ ઐય્યરનો બોલર તરીકે પણ ટી20માં શાનદાર રેકોર્ડ છે. તેણે ઓવરઓલ ટી20 ક્રિકેટની 48 મેચોમાં 24 વિકેટ લઈ ચૂક્યો છે. તેણે 10 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 7 અને 24 લિસ્ટ એ મેચમાં 5.50ની ઈકોનોમીથી 10 વિકેટ લીધી છે. વેંકટેશ ઐય્યરે પોતાના શાનદાર પ્રદર્શનથી દેખાડી દીધુ કે તે  હાર્દિક પંડ્યાનો સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. 

17 નવેમ્બરથી મોટી સિરીઝ રમશે ભારત
અત્રે જણાવવાનું કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી 21 નવેમ્બર વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ રમાશે. ટી20 સિરીઝ ખતમ થયા બાદ ભારતીય ટીમે 25 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી 2 ટેસ્ટ મેચ રમવાની છે. અત્રે જણાવવાનું કે ન્યૂઝીલેન્ડ એ જ ટીમ છે જેને ભારત વર્ષ 2003થી અત્યાર સુધીમાં આઈસીસી ટુર્નામેન્ટ્સમાં હરાવી શક્યું નથી. ભારત માટે T20 World Cup 2021 અત્યાર સુધીમાં સૌથી ભયાનક સાબિત થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news