Chargesheet માં શિલ્પાના નિવેદનનો ખુલાસો, જણાવ્યું- કોણ ક્યાં વેચતું હતું અશ્લીલ વીડિયો?
પોલીસે અશ્લિલ ફિલ્મો બનાવવા અને એપ દ્વારા તેને રિલિઝ કરવાના મુદ્દે રાજ કુંદ્રા વિરૂદ્ધ આ ચાર્જશીટ ફાઇલ કરી છે અને આ ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) નું નિવેદન સામેલ કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ભલે જ વર્ક ફ્રન્ટ પર સતત એક્ટિવ રહીને સ્ટ્રોન્ગ બની રહેવાનો પુરો પ્રયત્ન કરી રહી છે પરંતુ એવું લાગે છે કે તેમની અને તેમના પતિ રાજ કુંદ્રા (Raj Kundra) ની મુશ્કેલી હાલ ઓછી થવાની નથી. તાજેતરમાં જ મુંબઇ પોલીસે બિઝનેસમેન રાજ કુંદ્રા (Raj Kundra) વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી રહી છે. પોલીસે અશ્લિલ ફિલ્મો બનાવવા અને એપ દ્વારા તેને રિલિઝ કરવાના મુદ્દે રાજ કુંદ્રા વિરૂદ્ધ આ ચાર્જશીટ ફાઇલ કરી છે અને આ ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) નું નિવેદન સામેલ કરવામાં આવ્યું છે.
શિલ્પાએ પોતાના નિવેદનમાં શું કહ્યું?
રાજ કુંદ્રા (Raj Kundra) ના ઘરે 23 જુલાઇના રોજ રેડ દરમિયાન મુંબઇ ક્રાઇમ બ્રાંચની પ્રોપટી સેલે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) નું નિવેદન નોંધ્યું હતું. આ નિવેદનમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ કહ્યું હતું, 'ડિસેમ્બર 2020 માં વેપાર વધારવા માટે જેએલ સ્ટ્રીમ નામની કંપની શરૂ કરી. જેએલ સ્ટ્રીમિંગના માધ્યમથી સોશિયલ સ્ટ્રીમિંગ એપ્લિકેશન ચલાવવામાં આવે છે. તેના દ્વારા શોર્ટ વીડિયો બનાવવામાં આવે છે આ ઉપરાંત ચેટિંગ એપ્લિકેશન અને સ્ટ્રિમિંગ કરવામાં આવે છે.
પારદર્શી ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર પહોંચી હોલીવુડ સ્ટાર, PHOTOS એ ઇન્ટરનેટ પર લગાવી આગ
મરજીથી કરવામાં આવે છે અંગ પ્રદર્શન
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ જણાવ્યું કે 'આ કંપનીમાં રાજ કુંદ્રા (Raj Kundra) CEO તરીકે તો રાયન થોર્પ ચીફ પ્રોડક્શન ઓફિસર અને લગભગ 40 લોકો કામ કરે છે આ કંપનીના તમામ વ્યવહાર રાજ કુંદ્રા (Raj Kundra) જુએ છે. વર્ષ 2019 માં સૌરભ કુશવાહાના આર્મ્સ પ્રાઇમમાં ભાગીદાર બને. આર્મ્સ પ્રાઇમમાં પૂનમ પાંડે (Poonam Pandey) અને બીજા કલાકાર પોતાની મરજીથી અંગ પ્રદર્શન કરે છે. આ વિશે રાજ કુંદ્રા (Raj Kundra) ને પૂછતાં તેમણે જણાવ્યું કે OTT પ્લેટફોર્મ સારુ ચાલી રહ્યું છે અને સારો ફાયદો થઇ રહ્યો છે.
અશ્લીલ વીડિયો બનાવીને વેચતા હતા
શિલ્પા (Shilpa Shetty) એ કહ્યું કે ત્યારબાદ રાજ કુંદ્રા (Raj Kundra) એ મને જણાવ્યું કે સૌરભ કુશવાહા સાથે તેમનો ઝઘડો થયો ત્યારબાદ તે કંપનીમાંથી બહાર નિકળી ગયા. શિલ્પાએ કહ્યું કે 'ઉમેશ કામત વિયાન ઇંડસ્ટ્રીમાં કામ કરે છે, તેને ફેબ્રુઆરી 2021 માં ધરપકડ કરવામાં આવી છે. આ વિશે ખબર પડતાં જ મેં તેના વિશે પૂછ્યું તો રાજે જણાવ્યું કે ઉમેશ કામત અને ગહના વશિસ્થએ સ્વતંત્ર રૂપથી અલગથી અશ્લીલ વીડિયો બનાવીને તેને વેચ્યા હતા.'
Anupama ની વહૂ Nidhi Shah એ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, બાથરૂમમાં ન્હાતા ફોટા કર્યા શેર
રાજના કામ વિશે કશું જ ખબર નથી
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ બોલીફેમ વિશે કંઇપણ ખબર ન હોવાની વાત કહી. તેમણે કહ્યું કે 'બોલીફેમ આ OTT વિશે મને કશું જ ખબર નથી. આ ઉપરાંત મને આજે ખબર પડી કે વિયાન કંપનીમાંથે હોટશોટ માટે બનાવવામાં આવ્યા અશ્લીલ વીડિયો પ્રદીપ બક્શીના કેનરીન કંપનીને મોકલ્યા હતા. હું મારા કામમાં વ્યસ્ત રહેવાના લીધે રાજ કુંદ્રા શું કામ કરી રહ્યા છે તે ક્યારેય પણ પૂછ્યું નથી અને તે મને પોતાના કામ સાથે જોડાયેલી વાત ક્યારેય જણાવતા નથી. તેના લીધે આ મુદ્દે મને કંઇ ખબર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube