ભયાનક દ્રશ્યો... બ્રાઝિલમાં ભયાનક રોડ અકસ્માત! બસ અને ટ્રકની ટક્કરમાં 38 લોકોના મોત, અનેક ઘાયલ
Brazil Bus Truck Collision: બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક બસ અને ટ્રક વચ્ચે થયેલા "દર્દનાક" રોડ અકસ્માતમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. પ્રારંભિક અહેવાલમાં મૃત્યુઆંક 22 હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં અન્ય 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓને ટીઓફિલો ઓતોની શહેરની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Trending Photos
બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક ભયાનક રોડ અકસ્માતમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસનું એક ટાયર ફાટી ગયું, જેના કારણે ડ્રાઈવરે સ્ટેરિયંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ માહિતી ફાયર વિભાગના અધિકારીઓએ આપી હતી, જેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બસમાં 45 મુસાફરો સવાર હતા. જે સાઓ પાઉલોથી નીકળી હતી, પરંતુ રસ્તામાં બસનું ટાયર ફાટી ગયું હતું અને પછી તે ટ્રક સાથે અથડાઈ હતી. એક કાર પણ આવી અને બસ સાથે અથડાઈ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ત્રણ મુસાફરો હતા, જે બચી ગયા. આ અકસ્માત સવારે 4 વાગે થયો.
Accident between a bus and a truck on the BR-116 highway in Brazil leaves over 37 dead
The bus had more than 40 passengers. pic.twitter.com/dxPKLL1mTW
— Global Intel Watch (@WAffairsBlog) December 21, 2024
અકસ્માત બાદ બસ સળગી ગઈ
ઘટના સ્થળની તસ્વીરોમાં જોઈ શકાય છે કે કચુંબર થયેલી કાર પર એક ટ્રક ચડેલી છે, તેનું વ્હીલ કારની છત પર છે. મિનસ ગેરેસ ફાયર વિભાગનું કહેવું છે કે અકસ્માત હાઈવે BR-116 પર થયો હતો. અકસ્માત બાદ વાહનનો કાટમાળ તસવીરોમાં જોઈ શકાય છે. બસમાં લાગેલી આગની તસવીર પણ સામે આવી છે, જેમાં બસ સળગતી જોવા મળી રહી છે.
એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઘટના સ્થળેથી પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મિનાસ ગેરેસના ગવર્નર રોમ્યુ ઝેમાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમણે ટીઓફિલો ઓટોનીમાં BR-116 પર થયેલા દુ:ખદ અકસ્માતમાં "પીડિતોને મદદ કરવા અને તેમના પરિવારોને મદદ કરવા આદેશ આપ્યા છે.
બ્રાઝિલમાં રોડ અકસ્માત
2021માં બ્રાઝિલમાં રોડ અકસ્માતથી થતા મૃત્યુ દર 100,000 લોકો દીઠ 15.7 હતો, જે આર્જેન્ટિનાના 8.8 કરતા ઘણો વધારે હતો. માર્ગ સલામતીના સંદર્ભમાં બ્રાઝિલે 2030 સુધીમાં મૃત્યુની સંખ્યા અડધી કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેનાથી 86,000 લોકોના જીવન બચાવવાની અપેક્ષા છે. સપ્ટેમ્બરમાં આવા જ એક અકસ્માતમાં એક બસ પલટી ગઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે