Raj Kundra કેસમાં Shilpa Shetty વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા
આ મામલે શિલ્પા શેટ્ટીનું નામ પણ ઉછળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો શિલ્પા શેટ્ટીને સવાલ કરી રહ્યા છે.
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે 19 જુલાઈની રાતે પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવા અને તેને પબ્લિશ કરવાના મામલે ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાને મુખ્ય આરોપી ગણાવ્યો. આ મામલે ધરપકડ કરાયેલા રયાન થારપ સાથે જ રાજ કુન્દ્રાને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. સતત આ મામલે શિલ્પા શેટ્ટીનું નામ પણ ઉછળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો શિલ્પા શેટ્ટીને સવાલ કરી રહ્યા છે.
શિલ્પા શેટ્ટી વિશે શું કહ્યું પોલીસે
રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મુંબઈ પોલીસે શિલ્પા શેટ્ટી અંગે પણ તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધી પોલીસ અધિકારીઓને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. ETimes માં છપાયેલા અહેવાલ મુજબ જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) મિલિન્દ ભારમ્બેએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવાયું છે કે 'અમને હજુ સુધી શિલ્પા શેટ્ટીની કોઈ સક્રિય ભૂમિકા જોવા મળી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ. અમે પીડિતોને અપીલ કરીએ છીએ કે તેઓ આગળ આવે અને ક્રાઈમ બ્રાન્ચ મુંબઈનો સંપર્ક કરે, અમે યોગ્ય કાર્યવાહી કરીશું.'
Raj Kundra 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં, સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં વોટ્સએપ ચેટનો પણ થયો છે ખુલાસો
સામે આવી વોટ્સએપ ચેટ
અત્રે જણાવવાનું કે હાલ સોશિયલ મીડિયા પર એચ એકાઉન્ટ્સ નામના એક ગ્રપની વોટ્સએપ ચેટની તસવીરો વાયરલ થઈ. એવો દાવો કરાયો છે કે આ ગ્રુપમાં રાજ કુન્દ્રા પણ જોડાયેલો હતો. હવે એવી જ એક વધુ ચેટ સામે આવી છે. જેમાં બોલી ફેમ નામનું ગ્રુપ સામે આવ્યું છે. જે 30 ઓક્ટોબરે બનાવવામાં આવ્યું હતું. રાજ કુન્દ્રાની ચેટ્સથી ખબર પડે છે કે રાજ કુન્દ્રા અને તેમની ટીમને પોર્નોગ્રાફીના કારણે પોલીસ અને અન્ય જોખમો વિશે ખબર હતી. આ સાથે જ તે માટે પૂરી તૈયારી પણ થઈ રહી હતી. એટલું જ નહીં તેમનો પ્લાન બી પણ તૈયાર હતો.
રાજ પર લાગ્યો છે પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો આરોપ
મંગળવારે પોલીસે જણાવ્યું હતું કે આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રાઈમ બ્રાન્ચે પોર્નોગ્રાફીક ફિલ્મો બનાવવા અંગેનો એક કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં આરોપ હતો કે આ ફિલ્મો બનાવીને કેટલીક એપ્સ દ્વારા પબ્લિશ કરાય છે. આ મામલે કેસ દાખલ કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં રાજ કુન્દ્રાનું નામ પણ ઉજાગર થયું હતું. કમિશનરે કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ રેકેટમાં રાજ કુન્દ્રા મુખ્ય આરોપી છે. પોલીસને તેની વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા છે. ત્યારબાદ સોમવારે તેની ધરપકડ થઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube