Raj Kundra 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં, સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં વોટ્સએપ ચેટનો પણ થયો છે ખુલાસો
સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં કોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
Trending Photos
મુંબઈ: સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં કોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જો કે રાજ કુન્દ્રાએ કોર્ટમાં દાવો કર્યો છે કે તે હોટશોટ એપ પ્રદીપ બક્ષીને વેચી ચૂક્યો છે. આ બાજુ પોલીસનો પણ દાવો છે કે રાજ કુન્દ્રાએ પોતાના એક સંબંધી સાથે મળીને યુકે બેસ્ડ કંપની બનાવી હતી અને આ કંપની જ પોર્ન ફિલ્મો માટે અનેક એજન્ટ્સને કોન્ટ્રાક્ટ આપે છે.
રાજ કુન્દ્રા જ છે કંપનીનો માલિક અને ઈન્વેસ્ટર
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યાં મુજબ રાજ કુન્દ્રાએ પોતાના સંબંધી પ્રદીપ પક્ષી સાથે મળીને યુકે બેસ્ડ કેનરિન પ્રોડક્શન હાઉસ નામની એક કંપની બનાવી. પ્રદીપ બક્ષી યુકેમાં જ રહે છે અને કંપનીનો ચેરમેન હોવાની સાથે સાથે કુન્દ્રાનો બિઝનેસ પાર્ટનર પણ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રાજ કુન્દ્રા અપ્રત્યક્ષ રીતે આ કંપનીનો માલિક અને ઈન્વેસ્ટર પણ છે. આ કંપની પોર્ન ફિલ્મો માટે અનેક એજન્ટ્સને કોન્ટ્રાક્ટ આપે છે અને ફંડિંગ કરે છે.
#UPDATE | Mumbai: Actress Shilpa Shetty's husband & businessman Raj Kundra and one Ryan Tharp sent to Police Custody till 23rd July.
— ANI (@ANI) July 20, 2021
વોટ્સએપ ગ્રુપ દ્વારા થતી હતી બિઝનેસ ડીલ
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક વોટ્સએપ ગ્રુપનો પણ ખુલાસો થયો છે. જેના દ્વારા જ કોન્ટ્રાક્ટને લઈને વાતચીત થતી હતી. આ વોટ્સએપ ચેટ ગ્રુપનું નામ 'H Accounts' છે અને તેમાં રાજ કુન્દ્રાની સાથે લંડનમાં બેઠેલો પ્રદીપ બક્ષી સહિત 5 લોકો સામેલ છે. ક્રાઈમ બ્રહાન્ચના હાથમાં આ ગ્રુપમાં થતી ચેટ આવી છે. જેમાં રેવન્યૂ અંગે વાત કરાઈ છે. આ ગ્રુપમાં દરરોજની કમાણી કેટલી થઈ, પોર્નોગ્રાફીમાં કામ કરનારી અભિનેત્રીને કેટલા પૈસા આપવાના છે, બિઝનેસમાં કમાણી ઘટી કે વધી રહી છે, તમામ વાતો થતી હતી. આ ગ્રુપમાં જ માર્કેટિંગ સ્ટ્રેટેજી, સેલ્સમાં થતો વધારો અને અન્ય ડીલ અંગે વાત થતી હતી.
ઉમેશ કામત હતો કેનરિનનો ભારતમાં રિપ્રેઝન્ટેટિવ
રાજ કુન્દ્રાનો એક્સ પીએ ઉમેશ કામત કેનરિન પ્રોડક્શન હાઉસનો ભારતમાં રિપ્રેઝન્ટેટિવ હતો. અભિનેત્રી ગહેના વશિષ્ઠ અને ઉમેશ કામતને પોર્ન ફિલ્મ બનાવવાનું કામ કેનરિન પ્રોડક્શન હાઉસ તરફથી મળતું હતું. અલગ અલગ પ્રકારની પોર્ન ફિલ્મો બનાવવા માટે એડવાન્સ કેનરિન પ્રોડક્શન હાઉસમાંથી જ મળતું હતું. ત્યારબાદ આ બંને પોર્ન ફિલ્મ તૈયાર કરવામાં લાગી જતા હતા.
કેનરિન પ્રોડક્શન હાઉસને મોકલવામાં આવતી હતી ફિલ્મો
પોર્ન ફિલ્મો બન્યા બાદ મેઈલ આઈડી દ્વારા કેનરિન પ્રોડક્શન હાઉસમાં મોકલી દેવાતી હતી. પોર્ન ફિલ્મો મળ્યા બાદ પૈસા સીધા આ લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાતા હતા. કેનરિન કંપની દ્વારા જ પોર્ન ફિલ્મોને સોશિયલ મીડિયા એપ Hotshot પર અપલોડ કરાતી હતી. આ પોર્નોગ્રાફી મામલે ઈન્વેસ્ટિગેશન દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને એ પણ જાણવા મળ્યું કે કેનરિન પ્રોડક્શન હાઉસ દેશભરમાં આ પ્રકારના અલગ અલગ એજન્ટો દ્વારા પોર્નોગ્રાફીનો કારોબાર કરી રહી છે અને પોર્નોગ્રાફીને ફંડિંગ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે