મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રાની (Raj Kundra) ક્રાઇમ બ્રાન્ચે સોમવારે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો આરોપ છે. ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, ફેબ્રુઆરી 2021માં ક્રાઇમ બ્રાન્ચને મુંબઈમાં અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આગળ જણાવ્યું કે આ મામલામાં સોમવારે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે કારણ કે તે તેની પાછળ મુખ્ય ષડયંત્રકાર લાગે છે. અમારી પાસે તેના પૂરાવા છે. તપાસ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જાણો શું છે ઘટના


મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચે સોમવારે પહેલા રાજ કુંદ્રાને પૂછપરછ માટે બોલાવ્યા અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રથમવાર નથી જ્યારે રાજ કુંદ્રા વિવાદોમાં છે, તે આ પહેલા પણ વિવાદેને કારણે ચર્ચામાં રહી ચુક્યા છે. 


પાટીલનું 1 વર્ષ પૂર્ણ: એવા નિર્ણયો કર્યા કે જેના માટે સાચે જ 56ની છાતી જોઇએ


બે એફઆઈઆર દાખલ
મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસે બે એફઆઈઆર દાખલ કરી છે અને આ મામલામાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે એક્ટર્સ પાસે બળજબરીથી ફિલ્મો માટે ન્યૂડ સીન્સ શૂટ કરાવતા હતા. તો રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મોને પેડ મોબાઇલ એપ્લીકેશન્સ દ્વારા રિલીઝ/ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવતી હતી.


માતાનો પ્રેમી કરી રહ્યો હતો ગંદુ કામ, પુત્ર જોઇ જતા પ્રેમીએ કરી નાખી હત્યા અને...


શર્લીન ચોપડા અને પુનમ પાંડેના ચોંકાવનારા દાવા
અત્રે નોંધનીય છે કે, સૌથી પહેલા સોફ્ટ પોર્નોગ્રાફી મુદ્દે રાજકુન્દ્રાની મહારાષ્ટ્ર સાયબર સેલે સ્ટેટમેન્ટ લીધું હતું. 26 માર્ચે આ મુદ્દે એકતા કપુરનું પણ સ્ટેટમેન્ટ લીધું હતું. આ અગાઉ શેર્લિન ચોપડા (Sherlyn Chopra) અને પુનમ પાંડેએ (Poonam Pandey) મહારાષ્ટ્ર સાયબર સેલને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, તેમને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં માં લાવનાર રાજ કુન્દ્રા છે. તેણે શેર્લિન ચોપડાને દરેક પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયાનું પેમેન્ટ પણ આપ્યું હતું. આવા 15-20 પ્રોજેક્ટમાં શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રા માટે કર્યા હોવાનો દાવો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube