નવી દિલ્હી: રાજકુમાર રાવ (Rajkummar Rao) અને મૌની રોય (Mouni Roy) સ્ટારર 'મેડ ઇન ચાઇના  (Made In China)'નું નવું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર સામે આવતાં જ આ પોસ્ટર છવાઇ ગયું છે. પરંતુ રાજકુમાર રાવ (Rajkummar Rao) પોસ્ટર શેર કરતાં ફેન્સ સાથે એક મોટા સમાચાર શેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પોસ્ટર સાથે રાજકુમાર રાવ (Rajkummar Rao) એ ફિલ્મ 'મેડ ઇન ચાઇના  (Made In China)' ના ટ્રેલર રિલીઝની જાહેરાત પણ કરી દીધી છે. આ રેડ કલરના બેસવાળા પોસ્ટરને જોઇને ફિલ્મના સબ્જેક્ટનો અંદાજો લગાવી શકાય છે. જુઓ આ પોસ્ટર...



પોસ્ટર જોઇએ તો તેમાં રાજકુમાર રાવ (Rajkummar Rao) સોફા પર સુતો છે અને બાકીના બધા પાત્ર પાછળ હાથમાં ફટાકડા લઇને ઉભેલા જોવા મળી રહ્યા છે. રાજકુમાર રાવે ટ્વિટના કેપ્શનમાં લખ્યું 'આ દિવાળી પર ફૂટશે ફટાકડા અને થશે ભારતના જુગાડનો ધમાકો. બસ બે જ દિવસ બાકી છે.''


ત્યારબાદ રાજકુમારે થોડીવાર પહેલાં એક પોસ્ટર શેર કર્યું છે જેમાં તે મેજિક સોપ હાથમાં લીધેલ જોવા મળી રહ્યા છે. આ પોસ્ટર રાજકુમારના એક્સપ્રેશનના લીધે વધુ સ્પેશિયલ લાગી રહ્યા છે. તો તમને જણાવી દઇએ કે આગામી બુધવારે મેકર્સ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી રહ્યા છે. એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત મૌની રોય, અમાયરા દસ્તૂર, પરેશ રાવલ, બોમન ઇરાની અને સુમિત વ્યાસ પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે.