રાજકુમાર રાવને લાગી એવી મોટી લોટરી કે બળીબળીને અડધા થઈ જશે બોલિવૂડના સ્ટાર્સ
હાલમાં સમાચાર આવ્યા હતા કે દીપિકા પાદુકોણને ફિલ્મમેકર મેઘના ગુલઝારની આગામી ફિલ્મ માટે સાઇન કરવામાં આવી છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. રિપોર્ટ પ્રમાણે દીપિકા આ ફિલ્મમાં માત્ર કામ જ નથી કરવાની પણ એને પ્રોડ્યુસ પણ કરવાની છે.
નવી દિલ્હી : હાલમાં સમાચાર આવ્યા હતા કે દીપિકા પાદુકોણને ફિલ્મમેકર મેઘના ગુલઝારની આગામી ફિલ્મ માટે સાઇન કરવામાં આવી છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. રિપોર્ટ પ્રમાણે દીપિકા આ ફિલ્મમાં માત્ર કામ જ નથી કરવાની પણ એને પ્રોડ્યુસ પણ કરવાની છે.
આ ફિલ્મમાં દીપિકાના હિરો બનવા માટે આયુષ્યમાન ખુરાના અને રાજકુમાર રાવ વચ્ચે ભારે સ્પર્ધા પ્રવર્તી રહી હતી. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ રોલ માટે રાજકુમાર રાવને લેવાનું ફાઇનલ થઈ ગયું છે. જોકે આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
સલમાનના કારણે અટકી પડ્યું 'ભારત'નું શૂટિંગ, કારણ કે...
આ ફિલ્મ એસિડ પીડિત લક્ષ્મી અગ્રવાલ પર આધારિત છે. જોકે ફિલ્મનું ટાઈટલ હજી નક્કી થયું નથી. લક્ષ્મીએ 2005માં પોતાના પર થયેલા એસિડ હુમલા પછી પણ હાર માની નહીં અને પોતાની જાતને ખૂબ જ મજબૂત રીતે સંભાળી છે. અત્યારે લક્ષ્મી અગ્રવાલ સ્ટોપ એસિડ અટેક નામનું એક અભિયાન પણ ચલાવે છે. તે આ પ્રોગ્રામની સંસ્થાપક પણ છે અને સાથે સાથે એક સુંદર બાળકીની માતા પણ છે.