અસંખ્ય ભૂમિકાઓ ભજવ્યા બાદ પણ 69 વર્ષના રજનીકાંતની એક ઈચ્છા હજુ અધુરી..... જાણો
રજનીકાંતે(Rajnikanth) જણાવ્યું કે, `મેં લગભગ દરેક શૈલીમાં કામ કર્યું છે અને અસંખ્ય ભૂમિકાઓ ભજવી છે. અત્યાર સુધી મેં 160 ફિલ્મોમાં કામ કર્યું છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા-કરતા મને 45 વર્ષ થઈ ચૂક્યા છે. હું એક ટ્રાન્સજેન્ડરનું(Transjendar) પાત્ર ભજવવા માગું છું.`
મુંબઈઃ સુપરસ્ટાર રજનીકાંતની(Superstar Rajnikanth) આગામી ફિલ્મ 'દરબાર'(Darbar)નું ટ્રેલર(Trailor) રીલિઝ થઈ ચુક્યું છે, જેમાં તેઓ એક પોલીસ કર્મચારીની ભૂમિકામાં છે. અત્યારે આ ટ્રેલર સોશિયલ મીડિયામાં જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે. રજનીકાંતના(Rajnikanth) પ્રશંસકોને તેમના ડાયલોગ અને એક્શનનો ફરી એક નવો અંદાજ આ ફિલ્મમાં જોવા મલશે. ટ્રેલર અનુસાર રજનીકાંત મુંબઈ પોલિસ કમિશનર છે અને ગુડાઓમાં એટલો ખોફ છે કે તેઓ એમ કહે છે કે તે પોલીસવાળો નહીં પરંતુ ખૂની છે.
અસંખ્ય અને જાત-જાતની ભૂમિકાઓ ભજવી ચુકેલા રજનીકાંતને(Rajnikanth) જ્યારે પુછવામાં આવ્યું કે, ફિલ્મોમાં આટલી લાંબી ઈનિંગ(Innings) બાદ હજુ પણ શું કોઈ એવી શૈલી કે ભૂમિકા કે પાત્ર બાકી છે, જેના પર તમે કામ કરવા ઈચ્છો છો? આ સવાલના જવાબમાં રજનીકાંતે(Rajnikanth) જણાવ્યું કે, 'મેં લગભગ દરેક શૈલીમાં કામ કર્યું છે અને અસંખ્ય ભૂમિકાઓ ભજવી છે. અત્યાર સુધી મેં 160 ફિલ્મોમાં કામ કર્યું છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા-કરતા મને 45 વર્ષ થઈ ચૂક્યા છે. હું એક ટ્રાન્સજેન્ડરનું(Transjendar) પાત્ર ભજવવા માગું છું.'
જોન અબ્રાહમના લગ્નની લિવ ઇન પાર્ટનર રહેલી બિપાશાને નહોતી આવી ગંધ! ગજબની ફિલ્મી રિયલ સ્ટોરી
પોતાની આગામી ફિલ્મ 'દરબાર'ના ટ્રેલર લોન્ચ પ્રસંગે રજનીકાંતે મુંબઈમાં પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી હતી. રજનીકાંતને જ્યારે પુછવામાં આવ્યું કે શું ટ્રાન્સજેન્ડરની ભૂમિકા માટે કોઈ નિર્માતાએ તેમનો સંપર્ક કર્યો છે? આ અંગે સુપરસ્ટારે જણાવ્યું કે, ના, અત્યાર સુધી તો નહીં. મેં આ અંગા થોડા સમય પહેલાં જ વિચાર્યું છે અને મારી ઈચ્છા વ્યક્ત કરી છે.
રજનીકાંતે જણાવ્યું કે, "હું મારા ઘરમાં મરાઠીમાં વાત કરું છું. એક વખત મને મરાઠી ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી, પરંતુ વાત આગળ જામી ન હતી. હું કોઈ મરાઠી ફિલ્મમાં કામ કરવા માગું છું. જોઈએ ક્યારે તક મળે છે. અમે 90 દિવસ મુંબઈમાં રહીને આ ફિલ્મનું શૂટિંગ કર્યું છે. હું મુંબઈના લોકોને ખુબ પ્રેમ કરું છું."
રજનીકાંતે નાગરિકતા બિલ મામલે મત આપવાને બદલે કહી દીધી મોટી વાત
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'દરબાર'માં વિલનની ભૂમિકા સુનિલ શેટ્ટી ભજવી રહ્યો છે,આથી તેણે પણ ભૂમિકામાં પ્રાણ ફૂંકવામાં કંઈ બાકી રાખ્યું નથી. ટ્રેલરના અંતમાં રજનીકાંત બોલે છે, આઈએમ બેડ કોપ. મેં બુરા પુલિસવાલા હું. આ ફિલ્મમાં પ્રતીક બબ્બર અને યોગી બાબુ પણ છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ અને મલયાલમ એમ ચાર ભાષામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના દિગ્દર્શક છે એ.આર. મુરુગદાસ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube