નવી દિલ્હીઃ Raju Srivastava Health Update: 4 દિવસથી કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ દિલ્હી એમ્સમાં દાખલ છે. કોમેડિયનના સ્વાસ્થ્ય પર સતત ડોક્ટરોની ટીમ નજર રાખી રહી છે. તો કોમેડિયનના ફેન્સ પણ રાજૂ શ્રીવાસ્તવની તબીયતને લઈને ખુબ પરેશાન છે. આ વચ્ચે રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને જે અપડેટ સામે આવ્યું છે, તેનાથી તેના ફેન્સને ચિંતા વધી શકે છે. એક્ટરની એમઆરઆઈ રિપોર્ટ આવી ગયો છે, જેમાં કોમેડિયનના મગજના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઇજા મગજમાં ઓક્સીજન ન પહોંચવાને કારણે થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજૂ શ્રીવાસ્તવનું લેટેસ્ટ હેલ્થ અપડેટ તેના એમઆરઆઈ રિપોર્ટ સાથે જોડાયેલું છે. શુક્રવારે મોડી સાંજે તેને વેન્ટિલેટર રૂમથી એમઆરઆઈ માટે લાવવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવી ગયો છે અને તેમાં એક્ટરના માથાના સૌથી ઉપરના ભાગના બ્રેન પાર્ટમાં ઘણા નિશાન મળ્યા છે. ડોક્ટર આ નિશાનને ઈજા ગણાવી રહ્યાં છે. મગજમાં યોગ્ય રીતે ઓક્સીજનની સપ્લાય ન પહોંચતા આ નિશાન જોવા મળ્યા છે. આ નિશાનને સામાન્ય કરવા માટે ડોક્ટર આગળની સારવાર કરશે. 



ખુબ ધીમી છે રિકવરી
રાજૂ શ્રીવાસ્તવની રિકવરી ખુબ ધીમી થઈ રહી છે. ડોક્ટરો અનુસાર તેને ભાનમાં આવતા આશરે એક-બે સપ્તાહ લાગી જશે. 


આ પણ વાંચોઃ મહેલમાં ફરતી કામિનીની આત્માએ જોનારાના રુંવાડા ઉભા કરી દીધા હતા, આવી હતી આઝાદ ભારતની પહેલી ભૂતિયા ફિલ્મ 


આશરે 25 મિનિટ સુધી ઓક્સીજનની સપ્લાય નહીં
ડોક્ટરો અનુસાર એમઆરઆઈ રિપોર્ટમાં મગજના એક ભાગમાં જોવા મળી રહ્યું છે કે નિશાન ઈજા થવાને કારણે આવ્યા નથી. આ આશરે 25 મિનિટ સુધી ઓક્સીજનની સપ્લાય રોકાવાને કારણે થયું છે. આ રિપોર્ટ અનુસાર રાજૂ શ્રીવાસ્તવના મગજના નિચલા ભાગને ઓછુ નુકસાન થયું છે. આ કારણે તેના શરીરના કેટલાક ભાગમાં હરકત જોવા મળી રહી છે. જેમાં હાથ અને પગ, આંખના પાપણ અને ગળામાં કેટલીક હરકત થઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube