મહેલમાં ફરતી કામિનીની આત્માએ જોનારાના રુંવાડા ઉભા કરી દીધા હતા, આવી હતી આઝાદ ભારતની પહેલી ભૂતિયા ફિલ્મ
Independence Day 2022 First Horror Film: બ્રિટિશ હુકૂમતથી આઝાદ થયા બાદ ભારતની પહેલી હોરર ફિલ્મ ‘મહલ’ હતી, જે 1949 માં રિલીઝ થઈ હતી
Trending Photos
Independence Day 2022: હિન્દી સિનેમાની શરૂઆત 1912 બાદ થઈ હતી. આઝાદી પહેલાથી જ હિન્દી સિનેમા સાથે બ્રિટિશર્સનું જોડાણ રહ્યું હતું, તેથી આઝાદી પહેલા પણ ફિલ્મો બનતી રહી હતી. પરંતુ ભારતના આઝાદ થયા બાદ પણ એક એકથી ચઢિયાતી ફિલ્મો બની હતી. આજના સમયમાં બોલિવુડની ફિલ્મો તહેલકો મચાવી રહી છે. હિન્દી સિનેમાની શરૂઆત 1912 માં થઈ હતી. આપણો દેશ વર્ષ 1947 માં આઝાદ થયો હતો. આઝાદી પહેલાની અને આદાઝી બાદના સિનેમામાં જમીન આસમાનનો ફરક રહ્યો છે. ભારત આઝાદ થયા બાદ દિગ્ગજ નિર્દેશકો અને કલાકારાઓ એવી ફિલ્મો બનાવી જે દર્શકોના દિલોદિમાગ પર છાપ છોડીને ગઈ. આવામાં શુ તમને ખબર છે કે પહેલી કઈ હોરર ફિલ્મ આઝાદ ભારતના ફિલ્મી પડદે આવી હતી. જ્યારે આ ફિલ્મ પડદા પર રિલીઝ થઈ તો દર્શકોના હોંશ ઉડી ગયા હતા.
આ પણ વાંચો : ગુજરાતનું રખડતું ‘રાજ’ : મુખ્યમંત્રીના કાફલામાં ઘૂસી ગયા બે આખલા, ગઈકાલે નીતિન પટેલને કર્યા હતા ઘાયલ
કમાલ અમરોહીએ બનાવી હતી પહેલી હોરર ફિલ્મ
બ્રિટિશ હુકુમતથી આઝાદા થયા બાદ ભારતની પહેલી હોરર ફિલ્મ મહલ હતી. આ ફિલ્મ 1949 માં આવી હતી. ફિલ્મ મહલમાં અશોક કુમાર અને મધુબાલા મુખ્ય ભૂમિકામાં હતા. ડાયરેક્ટર કમાલ અમરોહીની આ ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં ખેમચંદ પ્રકાશે સંગીત આપ્યુ હતું. ફિલ્મ મહલથી બોલિવુડની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરને અસલી ઓળખ મળી હતી. ફિલ્મમાં લતા મંગેશકરે ‘આયેગા આનેવાલા’ ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો. ફિલ્મ મહલને વર્ષ 1949 માં મોટા પડદા પર રિલીઝ કરાઈ, અને દર્શકોને પણ તે ખૂબ પસંદ આવી.
આવી હતી ફિલ્મની કામિની
ફિલ્મની વાત એવી હતી કે, એક એવી મહિલા જેનુ નામ કામિની (મધુબાલા) હોય છે. કામિની પોતાના પ્રેમનો લાંબા સમયથી મહલમાં રાહ જોઈ રહી હોય છે. પરંતુ પ્રેમીની નાવડી પાણીમાં ડૂબી જાય છે અને તે મરી જાય છે. તેના થોડા દિવસ બાદ પ્રેમીની રાહ જોઈને મહલમાં જ કામિનીનું મોત થઈ જાય છે. આ બાદ હરિશંકર (અશોક કુમાર) આ જ મહેલમાં રહેવા આવે છે. જેના બાદ તેમને કામિનીનો અવાજ આખા મહેલમાં ગુંજતો સંભળાય છે. હરિ શંકર કામિનીનો અવાજ સાંભળીને તેને ચારેતરફ શોધવા લાગે છે, આ રીતે ફિલ્મની સ્ટોરી આગળ વધે છે. પરંતુ કામિનીની આત્માએ જોનારા દર્શકોના રુંવાડા ઉભા કરી દીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે