Dono Trailer: એક તરફ સની દેઓલ ફિલ્મ ગદર 2ની સફળતાની ઉજવણીમાં વ્યસ્ત છે તો બીજી તરફ સની દેઓલનો નાનો દીકરો રાજવીર દેઓલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા માટે રેડી છે. રાજવીર દેઓલની ફિલ્મ 'દોનો' આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે. 'દોનો' ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજવીર દેઓલ રાજશ્રી પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'દોનો' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે પૂનમ ધિલ્લોનની દીકરી પલોમા લીડ રોલમાં જોવા મળશે. રાજશ્રી બેનરની ફિલ્મ દોનો પલોમા અને રાજવીરની ડેબ્યુ ફિલ્મ છે. 


આ પણ વાંચો:


Gadar 2 એ પઠાન અને બાહુબલીનો તોડ્યો રેકોર્ડ, 24 દિવસમાં કરી 500 કરોડની કમાણી


થિયેટર્સમાં ધમાલ મચાવી રજનીકાંતની ફિલ્મ જેલર OTT પર થશે રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ


સપ્ટેમ્બર મહિનો ફિલ્મોથી હાઉસફૂલ, Fukrey 3 બે મહિના પહેલા આ તારીખે થશે રિલીઝ


રાજવીર દેઓલને લઈને ધર્મેન્દ્રએ એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજવીર અવનીશ બડજાત્યાના નિર્દેશનથી સિનેમાની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે. 



રાજવીર દેઓલ પહેલા સની દેઓલના મોટા દીકરા કરણ દેઓલે વર્ષ 2021માં આવેલી ફિલ્મ પલ પલ દિલ કે પાસથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન સની દેઓલે પોતે કર્યું હતું. જો કે આ ફિલ્મ અને કરણ દેઓલ લોકોને ખુશ કરી શક્યા નથી. હવે જોવાનું રહ્યું કે રાજવીરને દર્શકો તરફથી પ્રેમ મળે છે કે કેમ.