Jailer On OTT: થિયેટર્સમાં ધમાલ મચાવી રજનીકાંતની ફિલ્મ જેલર OTT પર થશે રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ

Jailer On OTT: જો તમે રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ જેલર થિયેટર્સમાં જોવાનું કોઈકારણોસર ચુકી ગયા છો તો હવે તમે ઘર બેઠા આ ફિલ્મ પરિવાર સાથે જોઈ શકો છો. કારણ કે આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર 7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

Jailer On OTT: થિયેટર્સમાં ધમાલ મચાવી રજનીકાંતની ફિલ્મ જેલર OTT પર થશે રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ

Jailer On OTT: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની સુપરહિટ ફિલ્મ જેલરે દુનિયાભરમાં ધમાલ મચાવી છે. બોક્સ ઓફિસ કલેક્શન ના બધા જ રેકોર્ડ તોડનાર રજનીકાંતની ફિલ્મ જેલર હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. જો તમે પણ સુપર સ્ટાર રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ થિયેટરમાં જોવાનું ચૂકી ગયા છો તો હવે તમે ઘર બેઠા આ ફિલ્મની મજા માણી શકો છો.

આ પણ વાંચો:

ફિલ્મના મેકર્સે ફિલ્મ જેલરની ઓટીટી રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. ફિલ્મ જેલર પ્રાઇમ વિડીયો પર રિલીઝ થવાની છે. પ્રાઇમ વિડીયો દ્વારા સોશિયલ મીડિયા પર ફિલ્મ જેલરનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. રજનીકાંતની ફિલ્મ સાત સપ્ટેમ્બર 2023 ના રોજ amazon prime વિડીયો પર રિલીઝ થશે. 

મહત્વનું છે કે 10 ઓગસ્ટે જેલર ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ કલેક્શનના બધા જ રેકોર્ડ તોડી દીધા છે. અત્યાર સુધીમાં ફિલ્મે 600 કરોડથી વધુનું શાનદાર કલેક્શન કર્યું છે. રજનીકાંત એ બે વર્ષ પછી ફિલ્મી પડદે વાપસી કરી છે. રજનીકાંતની ફિલ્મી પડદે વાપસી દમદાર સાબિત થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news