Rakesh Tikait On Salman Khan Death Threats: બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને લાંબા સમયથી કાળા હરણ મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારવાની ધમકી મળી રહી છે. ખાસ કરીને એનસીપી નેતા બાબા સિદ્દીકીના મોત બાદ સલમાન ખાનના જીવ પર વધુ ખતર મંડરાઈ રહ્યો છે. જેને જોતા સુપરસ્ટારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શોથી લઈને ફિલ્મના શુટિંગ સુધી સલમાન ખાનની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. હાલમાં જ આ મામલે ખેડૂત નેતા રાકાશ ટિકૈતે પણ પોતાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાકેશ ટિકૈતે આ મામલે કંઈક એવું કહ્યું, જેનાથી બબાલ મચી ગઈ છે. તેમણે સલમાન ખાનને બિશ્નોઈ સમાજના મંદિર જઈને માફી માંગવાની સલાહ આપી છે. હાલમાં જ તેમણે એક ઈન્ટરવ્યૂમાં રાકેશ ટિકૈતે સલમાન ખાનને બિશ્નોઈ સમાજ પાસેથી માફી માંગવાની સલાહ આપી છે. સાથે જ ગેંગસ્ટરને બદમાશ માણસ ગણાવ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં ખેડૂત નેતાએ કહ્યું કે, આ મામલો સમાજથી અલગ છે. કારણ કે જેલમાં બંધ વ્યક્તિ ક્યારેય પણ કંઈ પણ કરી શકે છે. જેલમાં રહેતી વ્યક્તિ તેમને નુકસાન પહોંચાડવા કંઈ પણ કરી શકે છે. 


હવામાનનો અસલી ખેલ હવે શરૂ થશે! અંબાલાલ પટેલની ભયાનક આગાહી, નવેમ્બરમાં ન થવાનું થશે


રાકેશ ટિકૈતે લોરેન્સ બિશ્નોઈને બદમાશ ગણાવ્યો
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને બદમાશ ગણાવ્યો. તેમનો આ ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ તેના પર પ્રતિક્રીયા આપી રહ્યાં છે. કેટલાક લોકો તેમની સલાહને યોગ્ય ગણી રહ્યા છે. તો કેટલાક તેને ખોટી ગણાવી રહ્યાં છે. જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. કાળા હરણના શિકારનો આ કેસ વર્ષ 1998 નો છે. આ સમયે ફિલ્મ હમ સાથ સાથ હૈનું શુટિંગ થઈ રહ્યું હતું. સલમાન ખાન પર આરોપ લાગ્યો હતો કે, તેણે એક ગામમાં કાળા હરણનું શિકાર કર્યું હતું. બિશ્નોઈ સમાજમાં કાળા હરણને બહુ જ પવિત્ર માનવામાં આવે છે. 


26 વર્ષ જૂના મામલામાં હજી પણ સલમાન ખાન અટવાયો 
તે સમયે સલમાન સૈફ અલી ખાન, તબ્બુ અને સોનાલી બેન્દ્રે સાથે ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'નું શૂટિંગ કરી રહ્યો હતો. આ આરોપોને કારણે સલમાન મોટા કાયદાકીય વિવાદમાં ફસાઈ ગયો છે. આ કેસ 26 વર્ષ સુધી ચાલ્યો, જેમાં સલમાનની ધરપકડ કરવામાં આવી, પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યો. બાદમાં તેને નિર્દોષ પણ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ તેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને અંતે તેને ફરીથી જામીન પર છોડવામાં આવ્યો હતો. હાલમાં, તેના રિયાલિટી શો 'બિગ બોસ 18' ને હોસ્ટ કરવાની સાથે, સલમાન ખાન તેની આગામી ફિલ્મ 'સિકંદર'નું શૂટિંગ પણ કરી રહ્યો છે.


અમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુક