હવામાનનો અસલી ખેલ હવે શરૂ થશે! અંબાલાલ પટેલની ભયાનક આગાહી, નવેમ્બરમાં ન થવાનું થશે

Ambalal Patel Prediction : ચોમાસું પતી ગયા પછી હવે હવામાનનો અસલી ખેલ શરૂ થશે. ઠંડીની શરૂઆત થઈ નથી, ને હવે વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યાં છે. સંકટના સમાચાર એ છે કે, ગુજરાતમાં હવે વાવાઝોડાની અસરને પગલે કમોસમી વરસાદ બગાડશે. જેને કારણે દિવાળીનો તહેવાર બગડવાની સો ટકા શક્યતા છે. આ વચ્ચે આજથી જ મોસમમાં તાંડવ જોવા મળશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

વાવાઝોડું આવી રહ્યું છે 

1/3
image

તેમણે કહ્યું કે, તો આ બાદ ૬ થી ૮ નવેમ્બરે આવી રહેલું પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. ૭ થી ૧૦ નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું આવશે. અરબી સમુદ્ર માં ૧૩-૧૪ નવેમ્બર હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે. 

આ દિવસથી ઠંડી વધશે 

2/3
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજથી 27 થી 28 ઓક્ટોબર પશ્ચિમિ વિક્ષેપ આવશે. પશ્ચિમી વિક્ષેપ ઉત્તરીય પર્વતિય પ્રદેશમાં સામાન્ય વરસાદ તથા બરફ વર્ષા કરશે. દાના વાવાઝોડાની અસરથી મુંબઈ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ આવી શકે છે. 17 અને 18 નવેમ્બર ગુજરાતમાં પશ્ચિમિ વિક્ષેપના કારણે ઠંડી વધશે. ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે. 

પરેશ ગોસ્વામીની આગાહી

3/3
image

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ વર્ષે દિવાળી 31 ઑકટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે હવામાનમાં આવતા પલટાને કારણે કદાચ વરસાદ ન પણ આવે અને દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહી શકે છે. જો કે અત્યારે અલગ-અલગ મોડલોનું પ્રિડિકશન છે. તે મુજબ દિવાળી પર વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, દિવાળીના દિવસોમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળશે. આ વાદળોની ઊંચાઈ 500 HPA લેવલ પર હશે.એટલે કે સાડા પાંચ કિલોમીટરની ઊંચાઈએ આ વાદળો બંધાવાના છે, જેના કારણે ઘણી વખતે છૂટાછવાયા ઝાપટા પડી જતા હોય છે. જેથી આગામી 30 અને 31 ઑકટોબર તેમજ પહેલી નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આ 3 દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાંપટા વરસી શકે છે. હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. જેને કારણે કારણે તાવ, શરદી અને ઉધરસના કેસ જોવા મળશે. જ્યારે આગામી 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ જશે.