રાખી સાવંતને દાન કરવા છે એના સ્તન! Videoમાં કરી જાહેરાત
રાખી સાવંત પોતાના વિવાદીત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે
મુંબઈ : એક્ટ્રેસ રાખી સાવંત કોન્ટ્રોવર્સી ક્વિન તરીકે ઓળખાય છે અને ફરી તેણે આ વાત સાબિત કરી બતાવી છે. હાલમાં તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો નાખ્યો છે જેમાં તેણે અંગદાનની વાત કરી છે. જોકે તેના આ નિવેદન પછી આખો વિવાદ ઉભો થઈ ગયો છે.
થોડા કલાકો પહેલાં રાખીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે કહે છે કે ''દુનિયામાં એવા મહાન લોકો છે જે પોતાના શરીરના અલગઅલગ અંગદાન કરે છે. કોઈ પોતાની આંખોનું દાન કરે છે તો કોઈ ફેફસાંનું. મારી પાસે બીજું તો કંઈ નથી પણ હું મારા સ્તનનું દાન કરવા માગુ છું.''
બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...