Rakhi Sawant: પાકિસ્તાનની વહુ બનશે રાખી સાવંત, આ એક્ટર સાથે કરશે ત્રીજા લગ્ન, સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાઈરલ

Rakhi Sawant: ડ્રામા ક્વીન રાખી સાવંત હવે પાકિસ્તાનની વહુ બનવા જઈ રહી છે. રાખી સાવંત ટુંક સમયમાં ત્રીજા લગ્ન કરશે. આ અંગેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
Rakhi Sawant: બોલીવુડની સૌથી વિવાદિત વ્યક્તિઓમાંથી એક અને ડ્રામા ક્વીન તરીકે ઓળખાતી રાખી સાવંત ફરી એક વખત ચર્ચામાં છે. રાખી સાવંત પોતાની પ્રોફેશનલ લાઇફ કરતા પર્સનલ લાઇફને લઈને વધારે ચર્ચામાં રહે છે. આ વખતની ચર્ચાનો કારણ પણ તેની પર્સનલ લાઈફ છે. રાખી સાવંત ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે તેવી ખબરો સામે આવી છે. આ વખતે રાખી સાવંત પાકિસ્તાનના એક્ટર સાથે લગ્ન કરશે તેવી ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે.
આ પણ વાંચો: 2020 Delhi: ટ્રેલર રિલીઝ થતાં જ '2020 દિલ્હી' ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની થઈ માંગ
રાખી સાવંત અત્યાર સુધીમાં બે લગ્ન કરી ચૂકી છે. રાખી સાવંતના પહેલા લગ્ન 2019માં રિતેશ સિંહ સાથે થયા હતા. ત્યાર પછી 2022માં બંનેના ડિવોર્સ થયા. ત્યાર પછી રાખી સાવંતે બીજા લગ્ન આદિલ ખાન સાથે કર્યા હતા. 2023 માં તેમના પણ ડિવોર્સ થયા અને આ સમયે ભારે વિવાદ પણ થયો હતો. હવે રાખી સાવંત ત્રીજા લગ્ન કરવાની છે તેવી ચર્ચાઓ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાની એક્ટર પ્રોડ્યુસર ડોડી ખાને રાખી સાવંતને લગ્ન માટે પ્રપોઝ કરી છે. રાખી સાવંતની આ અંગેની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે જેને સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં રાખી સાવંત પણ એ વાતની પુષ્ટિ કરે છે કે ડોડી ખાને તેને લગ્ન માટે પ્રપોઝ કરી છે અને તેણે હા કહી છે.
સાથે જ ડોડી ખાનનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રાખી સાવંતને લગ્ન માટે પ્રપોઝ કરતા કહે છે કે જાન લઈને ભારત આવવાનું છે કે દુબઈ? સાથે જ તે વીડિયોમાં રાખી સાવંતને આઇ લવ યુ પણ કહે છે. રાખી સાવંતે પણ કહ્યું છે કે તે ગંભીરતાથી ડોડી ખાનના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.