Ram Charan Daughter Name: રામ ચરણે દીકરીના નામકરણની શેર કરી તસવીરો, સૌથી અલગ અને ખાસ છે સુપરસ્ટારની દીકરીનું નામ
Ram Charan Daughter Name: સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને ઉપાસના કામિનેનીએ તેમની લાડકી દીકરીનું નામ રાખી લીધું છે. રામ ચરણે ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે આ નામ લલિતા સહસ્ત્રનામમાંથી લેવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે ઊર્જાથી ભરપૂર અથવા ઊર્જાનું પ્રતિક. જે આધ્યાત્મિકતા સાથે સંબંધિત છે.
Ram Charan Daughter Name: સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને ઉપાસના કામિનેનીએ તેમની લાડકી દીકરીનું નામ રાખી લીધું છે. દીકરીના નામકરણની વિધિ બાદ રામ ચરણે એક પોસ્ટ શેર કરી હતી અને દીકરીનું નામ શું રાખ્યું છે જણાવ્યું હતું. રામ ચરણની દીકરીનું નામ 'ક્લિન કારા કોનિડેલા' રાખવામાં આવ્યું છે. આ પોસ્ટમાં તેણે દીકરીના નામનો અર્થ શું થાય છે તે પણ જણાવ્યું છે.
રામ ચરણે ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે આ નામ લલિતા સહસ્ત્રનામમાંથી લેવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે ઊર્જાથી ભરપૂર અથવા ઊર્જાનું પ્રતિક. જે આધ્યાત્મિકતા સાથે સંબંધિત છે.
આ પણ વાંચો:
બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો પછી અક્ષય કુમારે પકડી કોમેડીની રાહ, આવી રહી છે હાઉસફુલ 5
Kangana Ranaut: કંગનાની ફિલ્મ ચંદ્રમુખી 2ની રિલીઝ ડેટ અનાઉંસ, આ તહેવાર પર થશે રિલીઝ
કિસ્સા કિસ કા... કેમેરા સામે પહેલીવાર લીપ ટુ લીપ Kiss કર્યા બાદ ડેટોલથી કર્યા કોગળા
દીકરીનું નામ જાહેર થતાંની સાથે જ આ સુપરસ્ટાર કપલ પર શુભેચ્છાઓનો વરસાદ શરુ થઈ ગયો હતો. આ પોસ્ટ પર કોમેન્ટ કરી લોકોએ દીકરીના જન્મની શુભેચ્છા આપી નામના વખાણ કર્યા હતા. રામ ચરણે નામકરણની તસવીરો પણ શેર કરી હતી જેમાં તેનો આખો પરિવાર એક સાથે જોવા મળે છે.
રામ ચરણની લાડકી દીકરીના નામકરણની સાથે એક એવી ચર્ચા પણ શરુ થઈ છે કે અંબાણી પરીવારે રામ ચરણની દીકરી માટે સોનાનું પારણું ભેટ કર્યું છે. અંબાણી પરિવાર દ્વારા આપવામાં આવેલી આ ભેટની કિંમત 1 કરોડ હોવાની પણ ચર્ચા છે. જો કે આ વાતની પુષ્ટી ઝી 24 કલાક કરતું નથી. આ વાત સાચી છે કે ખોટી તે અંગે રામ ચરણ કે અંબાણી પરિવાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મહત્વનું છે કે રામ ચરણ માટે ગત વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે. તેની ફિલ્મ RRR આ વર્ષમાં રિલીઝ થઈ જેણે ભારતમાં જ નહીં વિશ્વભરમાં કમાણીના રેકોર્ડ સર્જી દીધા. ત્યારબાદ ફિલ્મના ગીત નાટુ નાટુએ ઓસ્કાર જીત્યો. અને આ વર્ષમાં જ તેને સંતાનપ્રાપ્તિના સમાચાર મળ્યા.