રામાયણના સીતા ઉર્ફે અભિનેત્રી દીપિકા ચિખલીયાના માતાનું નિધન
રામાયણમાં સીતાની ભૂમિકા ભજવી લોકપ્રિયતા હાસિલ કરનાર અભિનેત્રી દીપિકા ચિખલીયાના માતાનું નિધન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ દુખદ સમાચાર શેર કર્યાં છે.
નવી દિલ્હીઃ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવી લોકપ્રિયતા હાસિલ કરનાર અભિનેત્રી દીપિકા ચિખલીયાના માતાનું નિધન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ દુખદ સમાચાર શેર કર્યાં છે. તેમણે એક ભાવુક પોસ્ટ દ્વારા પોતાના માતાના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. દીપિકાના માતાનું મૃત્યુ ક્યા કારણે થયું તે, હજુ સ્પષ્ટ થયું નથી.
દીપિકાએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી
દીપિકાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે- તમારા માતા-પિતામાંથી કોઈ એકનું આ દુનિયામાંથી જવું એવુ દુખ છે જેમાંથી બહાર નિકળવુ સરળ નથી. અભિનેત્રીએ પોસ્ટ શેર કરતા લખ્યું છે- તમારા આત્માને શાંતિ મળે માતા. આ સમાચાર મળતા દીપિકાના ફેન્સ પણ દુખ વ્યક્ત કરી રહ્યાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર