Ramayana: રામાયણ આધારિત આ આઇકોનિક ફિલ્મ 31 વર્ષ પછી ફિલ્મી પડદે થશે રિલીઝ, જાણો રિલીઝ ડેટ
Ramayana: 31 વર્ષ પહેલાં બનેલી આ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ એટલા માટે ન થઈ કે તે સમયે રામ જન્મભૂમિ આંદોલન ચરમ સીમા પર હતું. ફિલ્મને લઈને પણ વિવાદ થઈ રહ્યા હતા. તેથી તે સમયે ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાને બદલે ટીવી ચેનલ કાર્ટૂન નેટવર્ક પર રિલીઝ કરવામાં આવી હતી.
Ramayana: રામાયણ સંબંધિત ટીવી સીરીયલ હોય કે ફિલ્મ લોકોમાં તેને લઈ અલગ જ ક્રેઝ જોવા મળે છે. રામાયણ પર બનેલી અલગ અલગ ફિલ્મો અને શો તમે આજ સુધી ઘણીવાર જોયા હશે. પરંતુ શું તમે આજથી 31 વર્ષ પહેલાં બનેલી રામાયણની એનિમેશન ફિલ્મ જોઈ છે ? કદાચ જવાબ ના જ હશે. 31 વર્ષ પહેલાં રામાયણ પર બનેલી એવી ફિલ્મ આવી હતી જે થિએટરમાં ક્યારેય રિલીઝ થઈ શકી નહીં. પરંતુ હવે આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ એનિમેશન ફિલ્મ 1993 બની હતી અને તેનું નામ છે રામાયણ ધ લેજેન્ડ ઓફ પ્રિન્સ રામ. આ ફિલ્મને એક જાપાની ડિરેક્ટરે બનાવી હતી.
આ પણ વાંચો: અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે બોલીવુડ સ્ટાર્સને પૈસા મળ્યા હતા ?
31 વર્ષ પહેલાં આ ફિલ્મ બનાવવામાં આવી હતી પરંતુ તે સમયે તેને થિયેટરમાં રિલીઝ કરવામાં આવી નહીં. લોકોએ ફિલ્મ ડાયરેક્ટ ટીવી પર જ જોઈ હતી. પરંતુ હવે આ ફિલ્મ હવે ફિલ્મ પડદે રિલીઝ થવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ તમે પોતાના બાળકો અને વડીલો સાથે નજીકના સિનેમા ઘરોમાં હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલગુ ભાષામાં જોઈ શકશો.
આ પણ વાંચો: Bigg Boss 18: બિગ બોસ 18 માં હોસ્ટ હશે સલમાન ખાન, ટાઈમ અને ફ્યુચર પર આધારિત છે થીમ
ફિલ્મના મેકર્સે તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મમાં શ્રીરામના પાત્રને અવાજ અરુણ ગોવિલે આપ્યો છે. સાથે જ આ ફિલ્મમાં દિવંગત એક્ટર અમરીશ પુરીનો અવાજ પણ સાંભળવા મળશે કારણ કે તેમણે રાવણના કેરેક્ટરને અવાજ આપ્યો છે. હનુમાનજીના પાત્રમાં દિલીપ સિંહાનો અવાજ સાંભળવા મળશે.
31 વર્ષ પહેલા શા માટે રિલીઝ ન થઈ ફિલ્મ ?
આ પણ વાંચો: Anupama શોમાં બદલાઈ જશે કાવ્યા, મદાલસા શર્માએ પણ છોડી દીધી સીરિયલ, જાણો શું છે કારણ
31 વર્ષ પહેલાં બનેલી આ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ એટલા માટે ન થઈ કે તે સમયે રામ જન્મભૂમિ આંદોલન ચરમ સીમા પર હતું. ફિલ્મને લઈને પણ વિવાદ થઈ રહ્યા હતા. તેથી તે સમયે ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાને બદલે ટીવી ચેનલ કાર્ટૂન નેટવર્ક પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ તે સમયે પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ફરી એકવાર જોવા મળશે હસ્તરનો આતંક, તુમ્બાડ 2 ફિલ્મનું મેકર્સે કર્યું અનાઉન્સમેન્ટ
31 વર્ષ પછી હવે આ ફિલ્મ આગામી મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં 18 તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ ભાષામાં જોવા મળશે.