Horror:`વીરાના` કરતા વધુ ભયંકર હશે રામસે બ્રધર્સની આ વેબ સિરીઝ, જાણો કયા OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ
Horror web Series: રામસે બ્રધર્સ છે છેલ્લા ઘણા સમયથી ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું હતું. પરંતુ હવે તેમણે ઓટીટી પર વાપસી કરી છે. રામસે બ્રધર્સ ઓટીટી માટે એક ડરામણી વેબ સીરીઝ લાવી રહ્યા છે આ વેબસીરીઝ વીરાના ફિલ્મ કરતાં પણ વધારે ભયંકર હશે.
Horror web Series: 90 ના દાયકામાં વીરાના, પુરાની હવેલી, તહેખાના જેવી ભયંકર ડરામણી ફિલ્મોથી પ્રખ્યાત થયેલા રામસે બ્રધર્સ વર્ષો પછી ફરી એક વખત હોરર જોનર સાથે પરત ફર્યા છે. રામસે બ્રધર્સ છે છેલ્લા ઘણા સમયથી ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું હતું. પરંતુ હવે તેમણે ઓટીટી પર વાપસી કરી છે. રામસે બ્રધર્સ ઓટીટી માટે એક ડરામણી વેબ સીરીઝ લાવી રહ્યા છે આ વેબસીરીઝ વીરાના ફિલ્મ કરતાં પણ વધારે ભયંકર હશે.
આ પણ વાંચો: ઘર બેઠા OTT પર જોવી છે સ્ત્રી 2 ફિલ્મ ? તો જાણી લો ક્યાં અને ક્યારે થઈ રહી છે રિલીઝ
આ હોરર વેબ સિરીઝ અંગે રામસે બ્રધર્સે ઓફિસિયલ જાહેરાત કરી દીધી છે. આ વેબ સિરીઝ અંગે રામસે બ્રધર સે કહ્યું હતું કે આ હોરર વેબ સીરીઝનું નામ બંધ દરવાજા છે જે એક મનોવૈજ્ઞાનિક હોરર વેબ સિરીઝ હશે. આ વેબ સિરીઝમાં આધુનિક સમયની ખતરનાક ઘટનાઓને સામેલ કરવામાં આવી છે. આ હોરર વેબ સિરીઝને ખૂબ જ ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવી છે જે આજના સમયના લોકોને એટ્રેક્ટ કરશે.
આ પણ વાંચો: સ્ત્રી 2 ફિલ્મમાંથી ડીલીટ કરેલો સીન, રાજકુમાર રાવે સીન શેર કરી પુછ્યો આ ખાસ પ્રશ્ન
બંધ દરવાજા ડર, રોમાન્સ, રહસ્ય અને સૌથી વધારે જબરદસ્ત હોરરનો અનુભવ કરાવશે. આ વેબ સીરીઝ ડાર્ક મિસ્ટ્રી અને સુપર નેચરલ ઘટનાઓ પર આધારિત હશે. રામસે બ્રધર્સે કહ્યું હતું કે આ વેબ સીરીઝ ઓલ્ટ પર રિલીઝ થશે. તેમણે કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તેના ફોલોવર્સની સંખ્યા વધી રહી છે. ત્યારે તેમના માધ્યમથી વધારે લોકો જોડાશે તેવું અનુમાન છે. રામસે બ્રધર્સને આ વેબ સિરીઝની જાહેરાત થતા લોકો પણ એક્સાઇટેડ છે. જો કે આ વેબ સીરીઝ ક્યારે ઓનલાઈન સ્ટ્રીમ થશે તે જણાવવામાં આવ્યું નથી.