Aksahy Kumar બાદ `Ram Setu` ના 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોનાની ઝપેટમાં
અભિનેતા અક્ષયકુમારે (Akshaykumar) રવિવારે પોતે કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આપ્યા હતા. હવે એવા મીડિયા રિપોર્ટ્સ છે કે તેની ફિલ્મ રામસેતુ (Ramsetu) ના સેટ પર 45 લોકો કોરોના (Corona Virus) સંક્રમિત થયા છે.
મુંબઈ: અભિનેતા અક્ષયકુમારે (Akshaykumar) રવિવારે પોતે કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આપ્યા હતા. હવે એવા મીડિયા રિપોર્ટ્સ છે કે તેની ફિલ્મ રામસેતુ (Ramsetu) ના સેટ પર 45 લોકો કોરોના (Corona Virus) સંક્રમિત થયા છે. તમામ હાલ ક્વોરન્ટિનમાં છે. આટલી મોટી સંખ્યામાં સેટ પર કોરોના પોઝિટિવ આવવું એ ફિલ્મ માટે મુસીબતનું કારણ બની શકે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સોમવારે 5 એપ્રિલના રોજ 100 લોકો રામસેતુના સેટ પર પોતાનું કામ શરૂ કરવાના હતા. આ તમામ લોકો મડ આઈલેન્ડમાં ફિલ્મના સેટને જોઈન કરવાના હતા. પરંતુ ફિલ્મ જોઈન કરતા પહેલા જ કોરોના ટેસ્ટ રિપોર્ટમાં 45 જૂનિયર આર્ટિસ્ટ્સ કોરોના પોઝિટિવ નીકળ્યા, ત્યારબાદ તેમને ક્વોરન્ટિનમાં મોકલી દેવાયા છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સીને એમ્પ્લોઈઝ (FWICE) ના જનરલ સેક્રેટરી અશોક દુબેએ કહ્યું કે રામસેતુની ટીમ પૂરેપૂરી સાવધાની રાખી રહી છે. આ દુર્ભાગ્ય છે કે જૂનિયર આર્ટિસ્ટ્સ એસોસિએશનના 45 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ તમામ હાલ ક્વોરન્ટિનમાં છે.
ફિલ્મનું શુટિંગ 13-14 દિવસ માટે પોસ્ટપોન
અક્ષયકુમાર સહિત 45 જૂનિયર આર્ટિસ્ટ કોવિડ 19 પોઝિટિવ આવ્યા બાદ હવે સોમવારે થનારું ફિલ્મનુ શુટિંગ હાલ ટળ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે હવે ફિલ્મનું શુટિંગ 13-14 દિવસ બાદ શરૂ થશે. અત્રે જણાવવાનું કે અક્ષયકુમાર કોરોના પોઝિટિવ આવ્યો તે પહેલા મડ આઈલેન્ડમાં રામસેતુ (Ramsetu) નું શુટિંગ કરી રહ્યો હતો. તેના ટેસ્ટ અગાઉ કોઈ લક્ષણ નહતા અને બિલકુલ ફિટ હતો.
Anupamaa શોના ચાહકો માટે વળી પાછા આવ્યા માઠા સમાચાર, જાણીને આઘાત લાગશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube