Anupamaa શોના ચાહકો માટે વળી પાછા આવ્યા માઠા સમાચાર, જાણીને આઘાત લાગશે

સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Corona Virus)  મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે. દરરોજ કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર (Maharashtra)  કોરોનાની નાગચૂડમાં ફસાયેલું છે. જેના કારણે બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક મોટા ચહેરા તેનો ભોગ બની ચૂક્યા છે. હાલમાં જ અનુપમા સિરિયલની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી કોરોના પોઝિટિવ આવી. હવે શોમાં તેના પતિ વનરાજની ભૂમિકા ભજવતો સુધાશું પાંડે  અને શોના પ્રોડ્યુસર રાજન શાહી સહિત અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 
Anupamaa શોના ચાહકો માટે વળી પાછા આવ્યા માઠા સમાચાર, જાણીને આઘાત લાગશે

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Corona Virus)  મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે. દરરોજ કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર (Maharashtra)  કોરોનાની નાગચૂડમાં ફસાયેલું છે. જેના કારણે બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક મોટા ચહેરા તેનો ભોગ બની ચૂક્યા છે. હાલમાં જ અનુપમા સિરિયલની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી કોરોના પોઝિટિવ આવી. હવે શોમાં તેના પતિ વનરાજની ભૂમિકા ભજવતો સુધાશું પાંડે  અને શોના પ્રોડ્યુસર રાજન શાહી સહિત અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 

ફેન્સે કરી સ્વસ્થ થવાની કામના
અત્રે જણાવવાનું કે પોતાના પોઝિટિવ રિપોર્ટ અંગે સુધાંશુ પાંડેએ હજુ સુધી કોઈ ઓફિશિયલ પોસ્ટ કરી નથી પરંતુ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની ફેન્સની પોસ્ટને શેર કરી છે. તેના ફેન્સ સતત તેના જલદી સાજા થવાની કામના કરતી પોસ્ટ કરી રહ્યા છે. 

પ્રોડ્યુસર રાજન શાહીને પણ કોરોના
રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે જ નહીં આ શોના પ્રોડ્યુસર રાજન શાહીને પણ કોરોના થયો છે. અત્રે જણાવવાનું કે રાજન 'અનુપમા'ની સાથે સાથે 'પ્રતિજ્ઞા 2' અને 'યે રિશ્તા ક્યાં કહલાતા હૈ'ના પણ પ્રોડ્યુસર છે. 

રાજને ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું
પોતાના રિપોર્ટની જાણકારી આપતા રાજન શાહીએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે, હું કોરોના પોઝિટિવ છું, મને કેટલાક લક્ષણ હતા અને ત્યારબાદ મે ટેસ્ટ કરાવ્યો તો રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે. મે તરત પોતાની જાતને આઈસોલેટ કરી છે અને હું ઘરમાં ક્વોરન્ટિન છું. ડોક્ટરો દ્વારા અપાયેલી સલાહ માની રહ્યો છું અને તમામ સેફ્ટી પ્રોટોકોલ ફોલો કરું છું. પ્લિઝ સુરક્ષિત રહો અને તમારું ધ્યાન રાખો. આ મુશ્કેલ સમય છે પરંતુ માસ્ક પહેરીને, અંતર જાળવીને તથા પોતાને સેનેટાઈઝ કરીને આ વાયરસથી બચી શકાય છે. તમારા બધાના પ્રેમ અને સપોર્ટ માટે આભાર. 

અત્રે જણાવવાનું કે આ બધા વચ્ચે યે હૈ ચાહતે ના અબરાર કાઝી અને ટીવી અભિનેત્રી નારાયણી શાસ્ત્રી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news