Ranbir Alia Wedding: એવું તો શું થયું કે આલિયાએ બે બેસ્ટ ફ્રેન્ડ દીપિકા-કેટરીનાને લગ્નમાં ના બોલાવી? જાણો આ રહ્યું કારણ
Ranbir Alia Wedding Invitation: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન અને રિસેપ્શનમાં આલિયાની બેસ્ટ ફ્રેન્ડ દીપિકા અને કેટરીના જોવા મળી ન હતી. ત્યારે આ અંગે ખુબ ચર્ચા થઈ રહી છે.
Deepika Katrina At Ranbir Alia Wedding Reception: બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કરી લીધા છે. હવે આ લગ્નની ઇનસાઈડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લગ્નની તમામ વિધિની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. જેના પર ફેન્સ ખુબ પ્રેમ લુટાવી રહ્યા છે. જો કે, આ તસવીરમાં જ્યાં ભટ્ટ અને કપૂર ફેમિલિની સાથે સાથે રણબીર આલિયાના ફ્રેન્ડ્સ પણ જશ્નમાં ડુબેલા જોવા મળી રહ્યા છે ત્યારે કોઈ આ તસવીરોમાં દીપિકા પાદુકોણ અને કેટરીના કેફને ઘણી મિસ કરી રહ્યા છે.
દીપિકા કેટરીના ગુમ
14 એપ્રિલના લગ્ન બાદ વાસ્તુમાં જ ન્યુલી વેડ કપલે શનિવાર મોડી રાતે પાર્ટી હોસ્ટ કરી હતી. આ રિસેપ્શનમાં તમામ બોલીવુડ સ્ટાર જોવા મળ્યા હતા પરંતુ આલિયા ભટ્ટની ખાસ મિત્ર દીપિકા પાદુકોણ અને કેટરીના કેફ ગુમ હતી. એવામાં દરેક બાજુએ તેમના ના સામેલ થવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube