Ranbir Kapoor Alia Bhatt Wedding on Thursday: થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઇને સમાચારો આવી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી આ અલ્ગ્નને લઇને કોઇ સત્તાવાર રીતે જાહેરાત થઇ નથી. તો બીજી તરફ રણબીર કપૂરની માતા અને અભિનેત્રી નીતૂ કપૂરે આ લગ્નના સમાચારની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી દીધી છે. નીતૂ કપૂરનો આ વીડિયો સોશિયલ મીડીયા પર છવાયેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુશીથી સમાઇ રહી નથી નીતૂ કપૂર
જોકે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં નીતૂ કપૂર અને તેમની પુત્રે ઋદ્ધિમા કપૂર સાહની એકસાથે તૈયાર જોવા મળી રહ્યા છે. બંનેને પૈપરાજીએ ઘેરી લીધા અને સેલેબ કપલના લગ્ન વિશે વાત કરી. આ દરમિયાન પૈપરાજીએ પૂછ્યું કે હવે તો કહી દો લગ્ન ક્યારે છે. ત્યારે નીતૂ કપૂરે જણાવ્યું કે આવતીકાલે એટલે ગુરૂવારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન છે.  



નણંદે આલિયાની કરી પ્રશંસા
આ વીડિયો જ્યારે પૈપરાજીએ માતા અને પુત્રીને પૂછ્યું કે આલિયા તેમને કેવી લાગે છે? ત્યારે રણબીરની બહેને કહ્યું કે આલિયા ડોલ જેવી ક્યૂટ છે. તો બીજી તરફ નીતૂ કપૂરે આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે વહૂ વિશે શું કહુ? તેમણે પોતાની આંખો અને હાથ વડે એવું એક્સપ્રેશ આપ્યું કે તે એકદમ ખુશ છે. 


લગ્નમાં સંગીત સેરેમની નહી હોય
સૂત્રોએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સંગીત સેરેમની વિશે કેટલીક અંદરની જાણકારીઓનો ખુલાસો કર્યો છે. સૂત્રોએ કહ્યું કે આ જોડીના લગ્નમાં કોઇ મોટો સમારોહ નહી હોય. જોકે મહેંદી સમારોહમાં તેમના કેટલાક ડાન્સ પરર્ફોમન્સ હોઇ શકે છે. હિંદુસ્તાન ટાઇમ્સએ સૂત્રોના હવાલેથી કહ્યું કે 'મારી જાણકારી અનુસાર આમ થઇ રહ્યું નથી. કોઇ ગ્રાંડ સંગીત પણ નહી હોય. તે મહેંદી સેરેમનીમાં જ ડાન્સ કરી શકે છે. પરંતુ એવો કોઇ કાર્યક્રમ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube