Animal On OTT: 1 ડિસેમ્બર 2023 ના રોજ રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ એનિમલનો ક્રેઝ હજી પણ લોકોના મગજ પરથી ઓછો નથી થયો. આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક રણબીર કપૂરની એનિમલ પણ છે. એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી છે. અને હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. રણબીર કપૂર, રશ્મિકા મન્દના, અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડીમરીની એકશનથી ભરપુર ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ માટે રેડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ છે અત્યાર સુધીની સૌથી ડરામણી ફિલ્મો, એકલામાં જોવાની આજ સુધી નથી કરી કોઈએ હિંમત..


મીડિયા રિપોર્ટ્સ અનુસાર એનિમલ ફિલ્મ 26 જાન્યુઆરી 2024 ના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. કોઈપણ ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ થાય તેના 60 દિવસ પછી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવે છે. એનિમલ ફિલ્મને લઈને ચર્ચા છે કે જાન્યુઆરી મહિનાના ચોથા અઠવાડિયામાં તેને ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે. 


આ પણ વાંચો: Koffee With Karan 8: જાન્હવી કપૂરે શિખર પહાડિયાના નામ પર મારી મોહર... જુઓ Video


જો તમે હજુ સુધી રણબીર કપૂરની આ બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ જોવાનું ચૂકી ગયા છો તો બસ થોડા જ દિવસ રાહ જોઈ લો. ત્યાર પછી તમે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર માણી શકો છો. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 26 જાન્યુઆરી 2024 ના રોજ રિલીઝ થશે તેવી ચર્ચા છે.


એનિમલ ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 882 કરોડથી વધારેનું કલેક્શન કર્યું છે. એનિમલ ફિલ્મ રણવીર કપૂરના કરિયરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. 


આ પણ વાંચો: મલાઈકા પણ લગ્ન માટે તૈયાર, શોમાં પોતે કહ્યું 2024 માં સો ટકા કરશે લગ્ન, જુઓ Video