Scariest Horror Movies: આ છે અત્યાર સુધીની સૌથી ડરામણી ફિલ્મો, એકલામાં જોવાની આજ સુધી નથી કરી કોઈએ હિંમત..

Scariest Horror Movies: હોરર ફિલ્મોની વાત આવે તો આ પાંચ ફિલ્મો ટોપ ફાઈવ ફિલ્મો છે. આ પાંચ ફિલ્મો વિશે એવું કહેવાય છે કે આ ફિલ્મો એવી છે જેને એકલામાં જોવાની હિંમત કોઈ કરી શક્યું નથી અને જે કરે તે દિવસો સુધી રાત્રે નિરાંતે ઊંઘી શક્યું નથી. 

Scariest Horror Movies: આ છે અત્યાર સુધીની સૌથી ડરામણી ફિલ્મો, એકલામાં જોવાની આજ સુધી નથી કરી કોઈએ હિંમત..

Scariest Horror Movies: ફિલ્મો લોકોને હસાવે છે, રડાવે છે, પ્રેમ કરતા શીખવાડે છે અને ડરાવે પણ છે. હોલીવુડ હોય કે બોલીવુડ દર્શકો માટે અલગ અલગ જોનરની ફિલ્મો સતત બનતી રહે છે. દરેક જોનરની ફિલ્મની મજા લોકો માણતા હોય છે. જોકે આજે તમને એવી ફિલ્મો વિશે જણાવીએ જે અત્યાર સુધીની સૌથી ભયાનક ફિલ્મોમાં ટોપ 5 પર આવે છે. હોરર ફિલ્મોની વાત આવે તો આ પાંચ ફિલ્મો ટોપ ફાઈવ ફિલ્મો છે. આ પાંચ ફિલ્મો વિશે એવું કહેવાય છે કે આ ફિલ્મો એવી છે જેને એકલામાં જોવાની હિંમત કોઈ કરી શક્યું નથી અને જે કરે તે દિવસો સુધી રાત્રે નિરાંતે સુઈ શક્યું નથી. 

ધ એક્સોરસિસ્ટ

આ એક હોલીવુડ ફિલ્મ છે જેને જોઈને તમારું મગજ કામ કરતું બંધ થઈ જશે. આ ફિલ્મથી વધુ ભયંકર ફિલ્મ તમે જોઈ નહીં હોય. આ ફિલ્મમાં કેટલાક સીન એવા છે જેને જોઈને તમારી પણ રાડ નીકળી જશે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી ખતરનાક હોલીવુડ ફિલ્મ છે. 1973 માં આવેલી આ ફિલ્મની વાર્તા એક યુવતી આસપાસ ફરે છે જેના પર ભૂતનો પ્રભાવ હોય છે. ફિલ્મનો એક એક સીન તમારા રુંવાડા ઉભા કરી દેશે.

હૈલોવીન

આ યાદીમાં બીજો નંબર આવે છે 1978 માં આવેલી ફિલ્મ હૈલોવીનનો. હોલીવુડની આ ફિલ્મ એવી છે જેને જોનાર દર્શક ઘણા દિવસો સુધી રાત્રે સૂઈ શકતા નથી તેઓ ડરીને જાગી જાય છે. આ ફિલ્મના સીન અને મ્યુઝિક તમારા પણ હાથ પગ ધ્રુજાવી દેશે. આ ફિલ્મ આજના સમયની હોરર ફિલ્મોને પણ ટક્કર મારે તેવી છે.

પેરાનોર્મલ એક્ટિવિટી

હોરર ફિલ્મો જોવાનું પસંદ કરતા લોકો માટે આ પહેલી પસંદ હોઈ શકે છે. 2007 માં રિલીઝ થયેલી આ ફિલ્મ એક યંગ કપલની સ્ટોરી છે જે એક ઘરમાં સુપર નેચરલ એક્ટિવિટીનો અનુભવ કરે છે. આ કપલ ઘર છોડી જવાને બદલે ઘરમાં બનતી ઘટનાઓને કેમેરામાં કેદ કરવાનો નિર્ણય કરે છે અને ત્યાર પછી તેમની સાથે જે થાય છે તે જોઈને દર્શકો પણ ડરી જાય છે.

ધ શાઈનિંગ

હોલીવુડની સૌથી ખતરનાક ફિલ્મોમાંથી આ ફિલ્મનો સમાવેશ થાય છે. 42 વર્ષ પહેલાં આ ફિલ્મ રિલીઝ થઈ છે પરંતુ ભૂતની ફિલ્મોની વાત આવે તો આ ફિલ્મને કોઈ ટક્કર મારી ન શકે. આ ફિલ્મ એક પરિવારની વાર્તા છે જે એક સૂનસાન હોટલમાં રોકાય છે. આ ફિલ્મ જોઈને તમને પણ અજાણી હોટલમાં રહેવા જતા પહેલા 100 વખત વિચાર આવશે. આ ફિલ્મની વાર્તા એટલી ડરામણી છે તમે એકલા બેસીને તેને જોઈ ન શકો.

સાઇલેન્ટ હાઉસ

2011 માં આવેલી આ ફિલ્મ ભલભલા હિંમતવાળાના પણ રુવાડા ઉભા કરી દે. આ ફિલ્મમાં એક મહિલા અલૌકિક શક્તિઓ સાથે તેને થયેલા અનુભવ જણાવે છે. આ મહિલા એક ઘરમાં ફસાઈ જાય છે અને ત્યાર પછી જે થાય છે તે જોવા માટે છપ્પનની છાતી એટલે કે હિંમતની જરૂર પડે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news