રણબીર હજી રાખી રહ્યો છે દીપિકા અને કેટરિના પર નજર..ચોંકાવનારો ખુલાસો
હાલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધને લઇને સતત ચર્ચામાં છે. બંને એકબીજાના ફેમિલી ફંક્શનમાં પણ સાથે જોવા મળે છે. રણબીર કપૂર કેટલીયવાર આલિયાના ઘરની મુલાકાત લઇ ચૂક્યો છે.
મુંબઈ : બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાછલા લાંબા સમય પછી પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન આ બંને સ્ટાર્સ પહોંચ્યા ત્યારે રણબીર કપૂરને સોશિયલ મીડિયા વિશે એક સવાલ પૂછાયો. રણબીરને પૂછાયું કે તે કઈ સેલિબ્રિટીને ચુપચાપ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે? આ વાતના જવાબમાં રણબીરે જણાવ્યું કે તે પોતાના સિક્રેટ સોશિયલ મીડિયા એકાઉન્ટથી દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફને ચુપચાપ સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. માત્ર આટલું જ નહીં રણબીરે આ લિસ્ટમાં આલિયા અને રણવીર સિંહનું નામ પણ જોડી દીધું.
બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કેટરિના કૈફ પોતાના સંબંધો કરતા વધારે બ્રેકઅપને કારણે ચર્ચામાં રહે છે. વર્ષો પહેલાં જ્યારે તેના સંબંધો સલમાન ખાતે તુટ્યા હતા ત્યારે જેટલી ચર્ચા થઈ હતી એટલી જ ચર્ચા તેના અને રણબીરના બ્રેકઅપ પછી થઈ છે. સલમાન સાથેના બ્રેકઅપ પછી રણબીર અને કેટરિનાની રિલેશનશીપ શરૂ થઈ પણ આ સંબંધ ખાસ આગળ વધી શક્યો નહોતો. આ બ્રેકઅપ પછી રણબીર કે કેટરિના કોઈએ કારણોની સ્પષ્ટતા નહોતી કરી.
યશરાજ ફિલ્મ્સ, ગજબનો રોલ અને ગુજરાત કનેક્શન, આવી છે રણવીરની આગામી ફિલ્મ
હાલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધને લઇને સતત ચર્ચામાં છે. બંને એકબીજાના ફેમિલી ફંક્શનમાં પણ સાથે જોવા મળે છે. રણબીર કપૂર કેટલીયવાર આલિયાના ઘરની મુલાકાત લઇ ચૂક્યો છે. તો આલિયા પણ રણબીરના પરિવારના સભ્યો સાથે સંબંધો મજબૂત કરતી જોવા મળી રહી છે. હવે માહિતી મળી છે કે તેઓ ટૂંક સમયમાં જ સગાઇ કરી લેશે. રિપોર્ટ પ્રમાણે રણબીરની માતા નિતુ સિંહ ઇચ્છે છે કે બંને જલ્દીથી સગાઇ કરી લે અને સંબંધોમાં આગળ વધે. જેથી સગાઇ માટે તેમણે જૂન મહિનો પસંદ કર્યો છે.