યશરાજ ફિલ્મ્સ, ગજબનો રોલ અને ગુજરાત કનેક્શન, આવી છે રણવીરની આગામી ફિલ્મ

બોલિવૂડમાં રણવીર સિંહનો ચડતો સિતારો છે. તેની ગણતરી બોલિવૂડના સુપરસ્ટાર્સમાં થાય છે

યશરાજ ફિલ્મ્સ, ગજબનો રોલ અને ગુજરાત કનેક્શન, આવી છે રણવીરની આગામી ફિલ્મ

મુંબઈ : બોલિવૂડમાં હાલમાં રણવીર સિંહનો ચડતો સિતારો છે અને તેની ગણતરી બોલિવૂડના સુપરસ્ટાર્સની યાદીમાં થાય છે. હવે મળતી માહિતી પ્રમાણે યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ એક ગુજરાતીની ભૂમિકા ભજવશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ડેબ્યુટન્ટ લેખક-દિગ્દર્શક દિવ્યાંગ ઠક્કરે લખી છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓક્ટોબરથી શરુ થશે.

રણવીર પોતાની કરિયરમાં સંજય લીલા ભણસાલી, રોહિત શેટ્ટી, ઝોયા અખ્તર,કબીર ખાન અને કરણ જોહર સાથે કામ કરી ચૂક્યો છે. આ તમામ ડિરેક્ટર્સ તેની એક્ટિંગથી પ્રભાવિત છે. ‘ગલી બોય’માં મુરાદના પાત્રમાં એક સાધારણ છોકરા તરીકે પણ દર્શકોના દિલમાં છાપ છોડી ગયો છે. હવે તે તદ્દન નવા ડિરેક્ટર સાથે કામ કરવા જઈ રહ્યો છે. જયેશભાઈ જોરદારનું નિર્માણ YRFના ચીફ પ્રોડ્યુસર મનીષ શર્મા કરવાના છે. 

દીપિકા પાદુકોણ સાથેના લગ્ન પછી રણવીર દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યો છે. હવે દીપવીરના ચાહકો માટે સારા સમાચાર છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ફરીથી એકસાથે સિલ્વર સ્ક્રીન પર જોઇ શકશે. લગ્ન બાદ પહેલીવાર કોઇ ફિલ્મમાં આ જોડી પ્રથમવાર દેખાશે. ગોલીયો કી રાસલીલા, બાજીરામ મસ્તાની અને પદ્માવત જેવી ફિલ્મોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર આ જોડી ફરી એકવાર ધૂમ મચાવવા આવી રહી છે. બોલીવુડ લાઇફના અહેવાલ અનુસાર દીપિકા રણવીર ની ફિલ્મ '83' માં દેખાશે. સુત્રોનું માનીએ તો આ ફિલ્મમાં દીપિકાની એન્ટ્રી પાક્કી થઇ ચૂકી છે. આ ફિલ્મ અંગે જણાવતાં સુત્રો કહે છે કે, દીપિકા હવે કબીર ખાનની ફિલ્મ 83માં રણવીરની પત્નીના રોલમાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news