નવી દિલ્હી: નીરજ ચોપડાએ (Neeraj Chopra) જ્યારથી ગોલ્ડ પોતાના નામે કર્યો છે, ત્યારથી તેનું નામ આખા દેશમાં ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન, રણદીપ હુડાએ (Randeep Hooda) નીરજ ચોપરા અને રજનીકાંત (Rajinikanth) વચ્ચેના કનેક્શનની વાત પણ કહી હતી.


રજનીકાંત અને નીરજ ચોપડામાં કનેક્શન
બોલિવૂડ અભિનેતા રણદીપ હુડ્ડાનું (Randeep Hooda) નામ તે સ્ટાર્સમાંથી એક છે, જે કોઈપણ મુદ્દા પર દેશી અંદાજમાં પોતાની વાત લોકો સમક્ષ મુકે છે. ત્યારે રણદીપ ઘણીવાર સોશિયલ મીડિયા પર કેટલીક અલગ પોસ્ટ કરે છે. આવી સ્થિતિમાં રણદીપે હવે ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભારતનું નામ રોશન કરનાર ગોલ્ડન બોય નીરજ ચોપડો (Neeraj Chopra) માટે એક ટ્વિટ કર્યું છે, જ્યાં તેણે સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth) સાથે નીરજનું કનેક્શન બતાવ્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube