નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ એક્ટર રણધીર કપૂરને (Randhir Kapoor) ગુરૂવારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં (Kokilaben Ambani Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે, તેમને આગળના વધુ ટેસ્ટ્સ માટે ICU માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમણે જાતે પોતાની હેલ્થના અપડેટ (Randhir Kapoor Health Update) આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિંતાની કોઈ વાત નથી
જાણકારી અનુસાર, ETimes ને પોતાના હેલ્થ અપડેટ આપતા રણધીર કપૂરે ઉલ્લેખ કર્યો છે કે, આગળ વધુ કેટલાક ટેસ્ટ્સ માટે ICU માં શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે, તે સ્વસ્થ અનુભવી રહ્યા છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.


આ પણ વાંચો:- જેનું ફિગર જોઈને ભલભલા થઈ જાય છે ફિદા, જેની કમરના એક ઝટકાના છે લાખો દીવાના


5 સ્ટાફ મેમ્બર પણ પોઝિટિવ
રણધીર કપૂરે જણાવ્યું હતું કે, તેના પોઝિટિવ આવ્યા બાદ તે આશ્ચર્યચકિત થઈ ગયા અને બાદમાં તેમણે જાણવા મળ્યું કે, તેમના પાંચ સ્ટાફ મેમ્બર્સનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. શોમેન રાજ કપૂરના સૌથી મોટા દીકરા રણધીર કપૂરે કહ્યં કે, તેઓ તેમના તમામ સ્ટાફ મેમ્બર્સને તે જ હોસ્પિટલમાં દાખલ કરાવી સારવાર કરાવી રહ્યા છે.


આ પણ વાંચો:- એક એવા અભિનેતા જેના કાળા કપડા પહેરવા પર હતો પ્રતિબંધ, જાણવા જેવું છે કારણ


ટીના અંબાણીને કહ્યું આભાર
તેમણે કહ્યું, મને હજું કેટલાક ટેસ્ટ માટે ICU માં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં મારી સારી દેખરેખ કરવામાં આવી રહી છે અને ટીના અંબાણીનો આભાર વ્યક્ત કરું છે. બધુ જ નિયંત્રણમાં છે. ડોક્ટર દરેક સમયે આસપાસ રહે છે.


આ પણ વાંચો:- Monalisa ની એક મહિલા સાથે થઈ લડાઈ? VIDEO માં લાકડી સાથે જુઓ દેશી ફાઈટ


થોડો તાવ હતો પરંતુ હવે...
તેમણે કહ્યું કે તેને ઓક્સિજનના સ્તરમાં કોઈ ઘટાડો અથવા ઘટાડો થતો નથી, પરંતુ તાવ છે. તેમણે કહ્યું, 'મને કંઇક કંપન લાગ્યું અને નક્કી કર્યું કે સલામત રહેવું વધુ સારું છે, તેથી મેં ટેસ્ટ કરાવ્યો. પરંતુ એકંદરે હું કોઇ અગવડતામાં નથી. મને કોઈ મોટી સમસ્યા નથી. હું પીડિત નથી અને મને આઇસીયુ અથવા ઓક્સિજન સપોર્ટની પણ જરૂર નથી. મને થોડો તાવ હતો પણ તે હવે દૂર થઈ ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube