GOOD NEWS: કરીના-સૈફ અલીએ આપી ખુશખબરી, સારા અલી ફરી બનશે `દીદી`
કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન ફરીથી મમ્મી-પપ્પા બનવા છે. બંનેના મેનેજર તરફથી કરીના અને સૈફ અલી ખાનનું એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે કરીના કપૂર પ્રેગનેંટ છે.
નવી દિલ્હી: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન ફરીથી મમ્મી-પપ્પા બનવા છે. બંનેના મેનેજર તરફથી કરીના અને સૈફ અલી ખાનનું એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે કરીના કપૂર પ્રેગનેંટ છે અને પટોડી પરિવારમાં તૈમૂર અલી ખાન બાદ વધુ એક નાનો મહેમાન આવવાનો છે.
કરીના કપૂર અને સૈફ અલી ખાને પોતાના જોઇન્ટ સ્ટેટમેંટમાં કહ્યું કે 'અમને આ વાત જણાવતાં ખુશી થઇ રહી છે કે અમારા પરિવારમાં એક નવો મહેમાન જોડાવવાનો છે. અમારા બધા શુભચિંતકોનીએ શુભકામના પ્રેમ અને સહયોગ માટે ખૂબ ખૂબ આભાર.'
અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.com ના સમાચાર અનુસાર કરીના કપૂરન પિતા રણધીર કપૂરે તેમની પ્રેગ્નેંસી પર કહ્યું 'હું આશા કરું છું કે આ સાચું હોય અને જો એવું હોય તો હું ખૂબ ખુશ છું. એકબીજાને કંપની આપવા માટે બે બાળકો તો હોવા જોઇએ.'
કરીના કપૂરનો પુત્ર તૈમૂર અલી ખાન ડિસેમ્બરમાં ચાર વર્ષનો થઇ જશે, એવામાં લાગે છે કે કરીના પોતાના બંને બાળકો વચ્ચે ગેપ રાખવા માંગે છે. કરીનાએ પોતાના એક ઇન્ટરવ્યુંમાં બીજા બાળકના પ્લાનિંગને લઇને નિવેદન આપ્યું હતું કે બે વર્ષ બાદ તે તેની તૈયારી કરશે. લાગે છે તે બે વર્ષ પુરા થઇ ગયા છે.
તમને જણાવી દઇએ કે કરીના કપૂર ખાન તાજેતરમાં જ ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં જોવા મળી હતી. આ ઉપરાંત તેમની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' છે જેનું શૂટિંગ આમિર ખાને શરૂ કરી દીધું છે. આ ફિલ્મ આગામી વર્ષે ક્રિસમસના અવસરે રિલીઝ થશે. કરીના કપૂર આ દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube