Rangoli Chandelએ જણાવ્યું કેવી રીતે થયું Sushant Singh Rajput અને Ankita Lokhandeનું બ્રેકઅપ
બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આપઘાતના સમાચાર બાદ તેના વિશે ઘમી મોટી જાણકારીઓ સામે આવી છે. આ મામલે ના માત્ર બોલિવુડ પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો છે
નવી દિલ્હી: બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આપઘાતના સમાચાર બાદ તેના વિશે ઘમી મોટી જાણકારીઓ સામે આવી છે. આ મામલે ના માત્ર બોલિવુડ પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ મામલા બાદ જ્યાં એક બોજુ કંગણા રનૌત જેવા સ્ટાર્સે નેપોટિઝ્મ (Nepotism પર પણ ચર્ચા કરી છે. ત્યારે હવે તેની બહેન અને મેનેજર રંગોલી ચંદેલે (Rangoli Chandel) સુશાંત સિંહ રાજપુત (Sushant Singh Rajput)ની પર્સનલ લાઇફને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. તેણે એક પોસ્ટ કરી જણાવ્યું કે આખરે સુશાંત અને તેની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande)નું બ્રેકઅપ કેમ અને કોના કારણે થયું હતું.
આ પણ વાંચો:- સલમાન 5 સાઈકલ દાન આપતો, અને બીજા દિવસે છપાતું કે.... એક જાણીતા ડિરેક્ટરનો સલમાનના પિતા પર આરોપ
કંગણા રનૌત (Kangana Ranaut)ની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel)એ પણ સુશાંત સિંહ રાજપુતના આપઘાત મામલે ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શેર કરી છે. રંગોલીએ આ પોસ્ટમાં સુશાંતના મીત્ર સંદીપ એસ સિંહની પોસ્ટના આધારે બનાવી લખ્યું છે. જેમાં સંદીપે લખ્યું હતું કે, માત્ર અંકિતા જ તેને બચાવી શકતી હતી. આ લાંબી પોસ્ટમાં રંગોલીએ લખ્યું છે, એકદમ સાચું લખ્યું સંદીપ, તેણે પોતાના માટે એક મોટો મોઘો પીઆર હાયર કર્યો હતો. જે મૂવી માફિયાઓ માટે કામ કરતી હતી. તેણે સુશાંતને કહ્યું કે, તેને પોતાના માટે કોઈ બીજો પાર્ટનર શોધવો પડશે. અહીં લોકો પ્રેમ નથી કરતા, કેમ કે અહીં લોકો માત્ર બ્રાંડિગ માટે પ્રેમમાં હોય છે. પોતાના માટે અલગ બ્રાંડ બનાવો.
આ પણ વાંચો:- ટ્રોલિંગથી પરેશાન સોનાક્ષીએ છોડ્યું Twitter, છેલ્લે ટ્વિટમાં કહી આ ચોંકાવનારી વાત
અભિનવ સિંહ કશ્યપે ફરી સલમાન ખાન પર કર્યો હુમલો, બીઇંગ હયુમનમાં થાય છે મની લોન્ડ્રિંગ
રંગોલીના વાત પૂર્ણ નથી થઈ, તેણે વધુમાં લખ્યું, અંકિતા અને સુશાંતે નવું ઘર ખરીદ્યું હતું. પરંતુ તે તેને છોડી જતી રહી. તેના કારણે અંકિતા સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. પરંતુ તે લોકોએ તેની બેકબોન તોડી નાખી હતી. તે બાંદ્રા શિફ્ટ થઈ ગયો અને નકલી મિત્રોએ તેને ઘેરી લીધો. તેણે કોઈ સુપરમોડલને ડેટ કરવાનું શરૂ કર્યું. પરંતુ તે પોતે જ ખોવાઈ ગયો. જ્યારે એક કોમન ફ્રેન્ડ દ્વારા મને આ વાત પહેલા જાણવા મળી તો મે વિચાર્યું કે, આ કેટલા દિવસ કામ કરશે. તેવું જ થયું, તેનો અર્થ એ નથી કે તેણે તેને સ્વીકાર ન કર્યો. તેની રણનીતિ કામ આવી. તેના ફેક પીઆર અને મિત્રોએ તેનો છોડી દીધો. તે એકલો અને ડિપ્રેસ્ડ થઈ ગયો. તેણે આ તકનો ઉપયોગ કર્યો અને તેને બેન કરી તેને ત્રાસ આપ્યો. તું સાચો છે. હું ઈચ્છું છું કે આ બધું ત્યાં અટક્યું હોત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube