ટ્રોલિંગથી પરેશાન સોનાક્ષીએ છોડ્યું Twitter, છેલ્લે ટ્વિટમાં કહી આ ચોંકાવનારી વાત

અભિનેત્રી સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર પોતાનાં સ્પષ્ટ મંતવ્યો માટે જાણીતી છે. જોકે હવે તે ટ્રોલિંગથી ખુબ જ પરેશાન થઇ ચુકી છે. જેના કારણે તેણે ટ્વિટર (Twitter) પરથી વિદાય લઇ લીધી છે. તેણે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે. સોનાક્ષીએ પોતાની ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટર પર શેર કર્યુ કે, તે હવે ટ્વિટર પર નથી. તેણે પોતાના અંતિમ ટ્વીટના કેપ્શનમાં લખ્યું કે, 'आग लगे बस्ती में, हम अपनी मस्ती में.'
ટ્રોલિંગથી પરેશાન સોનાક્ષીએ છોડ્યું Twitter, છેલ્લે ટ્વિટમાં કહી આ ચોંકાવનારી વાત

મુંબઇ : અભિનેત્રી સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર પોતાનાં સ્પષ્ટ મંતવ્યો માટે જાણીતી છે. જોકે હવે તે ટ્રોલિંગથી ખુબ જ પરેશાન થઇ ચુકી છે. જેના કારણે તેણે ટ્વિટર (Twitter) પરથી વિદાય લઇ લીધી છે. તેણે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે. સોનાક્ષીએ પોતાની ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટર પર શેર કર્યુ કે, તે હવે ટ્વિટર પર નથી. તેણે પોતાના અંતિમ ટ્વીટના કેપ્શનમાં લખ્યું કે, 'आग लगे बस्ती में, हम अपनी मस्ती में.'

સોનાક્ષીએ ટ્વિટર છોડવાનાં કારણ અંગે લખ્યું કે, ટ્વિટર પર ખુબ જ નેગેટિવિટી છે. પોતાના મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું હોય તો નેગેટિવિટીથી દુર રહોય. આજનાં સમયમાં ટ્વિટરમાં ખુબ જ નેગેટિવ લોકો નેગેટિવિટી ફેલાવી રહ્યા છે. જેના કારણે હું મારુ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી રહી છું. 

A post shared by Sonakshi Sinha (@aslisona) on

ટ્રોલર્સનાં નિશાન પર હતી સોનાક્ષી
અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અનેક સેલેબ્રિટી પર નિશાન સાધી રહ્યા છે. જે પૈકી એક સોનાક્ષી પણ છે. આ અગાઉ તે રામાયણના કારણે ટ્રોલ તઇ હતી. કરિયરમાં તે અનેક ફિલ્મોમાં આવી ચુકી છે. જેમાં દબંગ સિરિઝ ઉપરાંત કલંક, ખાનદાની શફાખાના જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જ્યારે ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ટુંક સમયમાં રિલિઝ થવાની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news