મુંબઇ: એક્ટ્રેસ રાની મુખર્જીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે ફિલ્મ ‘હેલ્લો બ્રધર’ના કો-સ્ટાર સલમાન ખાનને એક દીકરી હોય, જેના લગ્ન શાહરૂખ ખાનના દિકરા અબરામ સાથે થાય. શાહરૂખ અને સલમાન આ અઠવાડીએ ‘દસ કા દમ’માં એક સાથે જોવા મળવાના છે. તે દરમિયાન તેમની સાથે રાની મુખર્જી પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિવેદનમાં જણાવ્યા અનુસાર, વાતચીતની દરમિયાન શાહરૂખે જણાવ્યું હતું કે તેમના નાના દિકાર અબરામ સલમાનની જેમ જ છે. તેનો નાનો દિકરો ઘણીવાર પેરેન્ટસના પ્રતિ પ્રેમ વ્યક્ત કરે જ છે. સાથે તે જે કોઇપણ છોકરીને મળે છે તેને ‘આઇ લવ યૂ’ બોલવામાં શર્માતો નથી.


રાનીએ આ વાતચીતના આગળ વધારતા કહ્યું હતું કે, ‘સલમાન મારી ઇચ્છા છે કે તારી એક દીકરી હોય. તારી દીકરી ખુબ જ સુંદર હશે. જેને તારા બધા જ ગુણો મળે. ખરેખરમાં અમે તારી દીકરીની સાથે અબરામના સંબધની વાત કરી રહ્યા છે.’


ત્યારબાદ શાહરૂખે કહ્યું ‘આપણે રાણી મુખર્જીને શો પર બોલાવી જોઇએ નહી. તે લોકોના લગ્ન કરાવી રહી છે, જેના કારણે લોકો આ શોમાં આપણા બાળકોની યોજના બનાવી રહ્યા છે. તેને ‘શાદી મુખર્જી’ નામથી બોલાવી જોઇએ.’


જોકે, સોની ચેનલ પર અમિતાભ બચ્ચનનો શો ‘કોન બનેગા કરોડપતિ’ શુરૂ થઇ ગયો છે. જ્યારે અત્યાર સુધી શનિવાર અને રવિવાર રાતે 9 વાગે પ્રસારિત થઇ રહેલો સલમાન ખાનનો શો ‘દસ કા દમ’ આ અઠવાડીએ પૂરૂો થઇ રહ્યો છે. આ શોના ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં શાહરૂખ ખાન અને રાની મુખર્જી જોવા મળવાના છે.


આ એપિસોડની શૂટિંગમાં સુનીલ ગ્રોવરના અંદાજમાં ત્રણેય સ્ટાર હંસીને લોટપોટ થતા જોવા મળવાના છે. સુનીલ ગ્રોવર અહીંયા અમિતાભ બચ્ચન બનીને આ ત્રણેય સાથે કેબીસી રમતા દેખાશે. આ દરમિયાન એક ગીત પર નાચતા સુનીલને જોઇ સલમાન, શાહરૂખ અને રાણી મુખર્જી હસતા જોવા મળી રહ્યા છે.


‘દસ કા દમ’ શો પુરો થતા જ સલમાન ખાન ટુંક સમયમાં તેના ફેમસ રિએલિટી શો બીગ બોસ-12 હોસ્ટ કરતો જોવા મળશે. આ શોમાં આ વખતે જોડીઓ જોવા મળવાની છે.