લગ્નના 5 વર્ષ બાદ રણવીર-દીપિકાએ વેડિંગ વીડિયો કર્યો શેર, સોશિયલ મીડિયા પર વાયરલ થયો video
Deepika Padukone Ranveer Singh Video: સોશિયલ મીડિયા પર દીપિકા અને રણવીર સિંહના લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકાની માતા જણાવે છે કે તે એ વાતથી ખુશ ન હતી કે તેની દીકરીએ રણવીર સિંહને પસંદ કર્યો પરંતુ ધીરે ધીરે રણવીર સિંહે તેના પરિવારના દિલમાં જગ્યા બનાવી લીધી.
Deepika Padukone Ranveer Singh Video: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના લગ્ન ને પાંચ વર્ષ થવા આવ્યા છે અને પાંચ વર્ષ પછી પહેલી વખત તેમણે પોતાના લગ્નનો વીડિયો શેર કર્યો છે. રણવીર અને દીપિકાએ કરન જોહરના ચેટ શો કોફી વિથ કરનની આઠમી સિઝનમાં પોતાના લગ્નની ફૂટેજ દેખાડી છે. આ શોના પહેલા ગેસ્ટ તરીકે સેલિબ્રિટી કપલ પહોંચ્યું હતું જ્યાં તેમણે પોતાના લગ્નનો વિડીયો શેર કર્યો હતો.
વીડિયોમાં રણવીર સિંહ જણાવે છે કે તેને દીપિકાને માલદીવમાં પ્રપોઝ કરી હતી. ત્યાર પછી બંને દીપિકાના માતા પિતાને મળવા બેંગ્લોર ગયા હતા અને ત્યાં તેમણે સગાઈ કરી હતી. જોકે માલદીવમાં બંને પહેલાથી જ એન્ગેજમેન્ટ કરી ચૂક્યા હતા. વીડિયોમાં દીપિકાની માતા પણ જણાવે છે કે તે એ વાતથી ખુશ ન હતી કે તેની દીકરીએ રણવીર સિંહને પસંદ કર્યો પરંતુ ધીરે ધીરે રણવીર સિંહે તેના પરિવારના દિલમાં જગ્યા બનાવી લીધી.
આ પણ વાંચો:
વર્ષ 2015થી રણવીરે દીપિકાનું કરી રાખ્યું હતું એડવાન્સ બુકિંગ, સ્ટાર કપલનો જુઓ વીડિયો
નવરાત્રિના 9 દિવસમાં કરોડોની કમાણી કરે છે ફાલ્ગુની પાઠક, ઈવેંટની ફી જાણી ઉડી જશે હોશ
કાસ્ટિંગ કાઉચને લઈ અનુપમા ફેમ રુપાલી ગાંગુલીએ કર્યો ધડાકો, કહી દીધી મોટી વાત
વીડિયોમાં રણવીર સિંહ દીપિકાની સુંદરતા જોતો જ રહી જાય છે આ સમયે દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ ખુશી ખુશી કહે છે કે રણવીર તેના પરિવાર કરતાં ખૂબ જ અલગ છે, પરંતુ તેની એનર્જીએ ચાર લોકોની બોરિંગ ફેમિલીને ખુશીના રંગે રંગી દીધી.
વીડિયોમાં રણવીર સિંહના પિતા પણ એવું કહે છે કે રણવીર જ્યારે ફિલ્મોમાં સફળ થયો ન હતો ત્યારે એક દિવસ તેણે એવું કહ્યું હતું કે તે દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરશે અને તે વાત સાચી થઈ.
વીડિયોમાં દીપિકા અને રણવીરની સાઉથ ઇન્ડિયન અને પંજાબી સ્ટાઇલની વેડિંગ ની એક ઝલક જોવા મળે છે. બંનેના લગ્ન ઈટલીમાં 2018માં થયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.