નવરાત્રિના 9 દિવસમાં કરોડો કમાઈ લે છે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક, ઈવેંટની ફી જાણી ઉડી જશે હોશ

Falguni Pathak Garba Night: ભારતમાં 54 વર્ષીય ફાલ્ગુની પાઠકને 'દાંડિયા ક્વીન' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે 1988માં સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેના 'ચુડી જો ખનકી', 'મૈને પાયલ હૈ છનકાઈ' અને 'મેરી ચુનર ઉડ ઉડ જાયે' જેવા હિટ આલ્બમ પણ તેણે આપ્યા છે. 

નવરાત્રિના 9 દિવસમાં કરોડો કમાઈ લે છે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક, ઈવેંટની ફી જાણી ઉડી જશે હોશ

Falguni Pathak Garba Night: નવરાત્રિ દરમિયાન જો ધમાકેદાર ગરબા વાગતા હોય તો લોકોના પગ આપોઆપ ગરબાની ધૂન પર નાચવા લાગે છે. જો કે ગરબાની શરૂઆત ગુજરાતથી થઈ હતી પરંતુ હવે માત્ર દેશભરમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ નવરાત્રિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 

તેવામાં સૌથી લોકપ્રિય ગરબાની વાત કરવામાં આવે તો તેમાં પ્રથમ નામ ફાલ્ગુની પાઠકનું આવે. આજે પણ ફાલ્ગુની પાઠકના ગરબાની ઈવેન્ટ લોકોથી ભરચક જોવા મળે છે. નવરાત્રિ તેના ગીતો વિના અધુરી લાગે છે. ફાલ્ગુની પાઠક અને તેની ટીમ દેશમાં તેમજ વિદેશમાં પણ ગરબા ઈવેન્ટ કરે છે.  પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રીના આ દિવસોમાં ફાલ્ગુની પાઠક કેટલી કમાણી કરે છે? 

આ પણ વાંચો: 

ભારતમાં 54 વર્ષીય ફાલ્ગુની પાઠકને 'દાંડિયા ક્વીન' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે 1988માં સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેના 'ચુડી જો ખનકી', 'મૈને પાયલ હૈ છનકાઈ' અને 'મેરી ચુનર ઉડ ઉડ જાયે' જેવા હિટ આલ્બમ પણ તેણે આપ્યા છે. 

નવરાત્રિ ઈવેન્ટની મોટી ફી 

ફાલ્ગુની પાઠક નવરાત્રીના 9 દિવસ દરમિયાન ઘણી કમાણી કરે છે. નવરાત્રિની વિવિધ ઈવેન્ટ માટે તે મોટી ફી પણ વસૂલે છે. એક રિપોર્ટ અનુસાર ફાલ્ગુની પાઠક એક રાતના કાર્યક્રમ માટે લગભગ 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ રીતે ફાલ્ગુની પાઠક નવરાત્રિના 9 દિવસમાં લગભગ 1.4 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news