રિલીઝ થયો રણવીર સિંહની આગામી ફિલ્મનો First Look, જાણો કોણ છે `જયેશભાઇ જોરદાર`
પોતાની અલગ અંદાજ માટે જાણિતી બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh), ગત વર્ષે સંજય લીલાની `પદ્માવત`, રોહિત શેટ્ટીની `સિમ્બા` અને આ વર્ષે જોયા અખ્તરની ફિલ્મ `ગલી બોય`થી સતત બોક્સ ઓફિસ પર છવાયેલા રહ્યા છે. તો બીજી તરફ તેમની આગામી ફિલ્મ પણ લોકોને એવા જ એક અલગ પાત્ર સાથે મુલાકાત કરાવશે.
નવી દિલ્હી: પોતાની અલગ અંદાજ માટે જાણિતી બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh), ગત વર્ષે સંજય લીલાની 'પદ્માવત', રોહિત શેટ્ટીની 'સિમ્બા' અને આ વર્ષે જોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય'થી સતત બોક્સ ઓફિસ પર છવાયેલા રહ્યા છે. તો બીજી તરફ તેમની આગામી ફિલ્મ પણ લોકોને એવા જ એક અલગ પાત્ર સાથે મુલાકાત કરાવશે. જી હાં! હમણાં હમણાં યશરાજ ફિલ્મ્સે પોતાની આગામી ફિલ્મ 'જયેશભાઇ જોરદાર, Jayeshbhai Jordaar' નો First Look રિલીઝ કરી દીધો છે.
આ ફિલ્મથી રણવીર સિંહ અને યશરાજ ફિલ્મ્સ પહેલીવાર એકસાથે જોવા મળી રહ્ય છે, જેમાં રણવીર સિંહએ આ ફિલ્મને એક ચમત્કારીક સ્ક્રિપ્ટ કહી છે, જોકે બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહેલા લેખક-નિર્દેશક દિવ્યાંગ ઠક્કર દ્વારા લખવામાં આવી છે. આ પહેલીવાર હશે જ્યારે રણવીર સિંહ એક ગુજરાતી યુવકના પાત્રમાં જોવાની તક મળશે. જુઓ આ First Look...
આ તસવીરમાં પોતાન ચહેરા પર ઘૂંઘટ નાખી મહિલાઓ વચ્ચે રણવીર સિંહ ઉભો છે. તે ખૂબ દુબળો લાગી રહ્યો છે અને એક સર્કાસ્ટિક લુક સાથે કદાચ આ મહિલાઓની રક્ષા કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેને જોઇને ખરેખર લુક પર ખૂબ મહેનત કરવામાં આવી છે. તો બીજી તરફ ફિલ્મના સુપરસ્ટાર પહેલીવાર એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે.
યશરાજ ફિલ્મ્સે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું છે કે 'એક જોરદાર જર્ની માટે તૈયાર થઇ જાવ ##JayeshbhaiJordaar'. તો સ્પષ્ટ છે કે ફિલ્મ હવે ફ્લોર પર આવી ગઇ છે. પરંતુ હજુ આ ફિલ્મની રિલીઝને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ લોકો સતત કોમેન્ટ બોક્સમાં ફિલ્મની રિલીઝ વિશે સવાલ કરી રહ્યા છે અને રણવીર સિંહની પ્રશંસા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube