બેબો પાસે રણવીરે માંગી બેસ્ટ પતિ બનવાની ટિપ્સ, મળ્યો શેર લોહી ચડે એવો જવાબ
રણવીર અને દીપિકાએ ગયા વર્ષએ જ લગ્ન કર્યા છે
નવી દિલ્હી : બોલિવૂડની બોલ્ડ અને બ્યુટીફુલ એક્ટ્રેસ કરીના કપૂર ખાન રેડિયો પર પણ ડેબ્યુ કરી ચુકી છે. તેના ચેટ શોમાં મહિલાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. આમ તો કરીના આ સમયે પોતાની આગામી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’નું શૂટિંગ કરી રહી છે, જેમાં તેની સામે અક્ષય કુમાર હશે. આ વચ્ચે રણવીર સિંહે તેને એક રસપ્રદ સવાલ પૂછ્યો છે. રણવીરે એક વીડિયો દ્વારા કરીના સાથે કોન્ટેક્ટ કર્યો છે અને તેમાં કહ્યું કે કરીનાએ પોતાના શો પર તેને કેમ ન બોલાવ્યો. આ બાદ તેણે કરીનાને એક ખાસ સવાલ પૂછ્યો. રણવીરે કરીનાને કહ્યું કે, તેણે હાલમાં દીપિકા સાથે નવા-નવા લગ્ન કર્યા છે તો તેને કેટલીક ખાસ ટિપ્સ જોઈએ. તેણે કરીનાને પૂછ્યું કે શું તે જણાવી શકે છે કે ટોપ પતિ કેવી રીતે બની શકાય છે.
કરીનાએ તેના જવાબમાં કહ્યું કે રણવીરને આવી કોઈપણ ટિપ્સની જરૂર નથી કારણ કે બધા લોકો જાણે છે કે તે દીપિકાને કેટલો પ્રેમ કરે છે અને આ કપલની કેમેસ્ટ્રી બધા લોકો ખૂબ પસંદ કરે છે અને તેમને સાથે જોઈને ખુશ થાય છે. જોકે કરીનાએ આ મામલા પર રણવીરને ‘ખાસ ટિપ્સ’ આપી. આ ટિપ્સમાં કરીનાએ તેને કહ્યું કે, કોઈપણ પતિ-પત્ની વચ્ચે સારા રિલેશન માટે એકબીજાને સ્પેસ આપવી જરૂરી છે. આમ કરવાથી બધી વસ્તુઓ સામાન્ય થઈ જાય છે.
વીણા મલિકે કર્યું ભારતીય જવાનનું અપમાન, લાલઘુમ થયેલી સ્વરાએ માર્યો ડિજીટલ લાફો
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કોંકણી અને સિંધી રિવાજથી ઇટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા હતા. આ પછી તેમણે મુંબઈ અને બેંગ્લુરુમાં રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. દીપિકા અને રણવીર છ વર્ષના પ્રેમ પ્રકરણ પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.