Koffee With Karan 8: કરન જોહરના ચેટ શો કોફી વિથ કરનની આઠમી સિઝન ફરી એકવાર ઓનએર થવા જઈ રહી છે અને અત્યારથી જ બોલીવુડ ગોસિપ્સનું બજાર ગરમ થઈ ગયું છે. જો કે હવે એક વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ શોના પહેલા એપિસોડમાં સાથે જોવા મળશે. આ એપિસોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં રણવીર અને દીપિકા તેની લવસ્ટોરી વિશે ચર્ચા કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


નવરાત્રિના 9 દિવસમાં કરોડોની કમાણી કરે છે ફાલ્ગુની પાઠક, ઈવેંટની ફી જાણી ઉડી જશે હોશ


ટીવી પર જોવા મળશે દીપિકા-રણવીરના લગ્નનો વીડિયો, કોફી વીથ કરનના બનશે પહેલા મહેમાન


કાસ્ટિંગ કાઉચને લઈ અનુપમા ફેમ રુપાલી ગાંગુલીએ કર્યો ધડાકો, કહી દીધી મોટી વાત


જો કે આ સીઝનમાં ઘણા નવા રહસ્યો ખુલશે તે પણ નક્કી છે કારણ કે વાયરલ વીડિયોમાં રણવીર સિંહ કહી રહ્યો છે કે તેણે 2015માં જ દીપિકાને પ્રપોઝ કર્યું હતું. રણવીરે તેના રમૂજી અંદાજમાં કહ્યું કે દીપિકાને પ્રપોઝ કરવા પાછળ તેનો ઈરાદો શું હતો. તે કહે છે કે, દીપિકા પાસે બીજું કોઈ આવે તે પહેલાં હું જઈને ચપ્પલ રાખી લઈશ.'  



કોફી વિથ કરનની આઠમી સિઝન ડિઝની હોટસ્ટાર પર 26 ઓક્ટોબરે પ્રીમિયર થઈ રહી છે. જેમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પહેલા ગેસ્ટ તરીકે કોફી કાઉચ પર જોવા મળશે. રણવીર અને દીપિકાના આ એપિસોડનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. રેપિડ-ફાયર રાઉન્ડમાં, કરન જોહરે દીપિકાને પૂછ્યું કે શું તે તેની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના રોકી રંધાવાને ક્યારેય ડેટ કરશે? તેના જવાબમાં દીપિકાએ કહ્યું હતું કે તેણે રોકી રંધાવા સાથે જ લગ્ન કર્યા છે.


આ સિવાય એક પ્રશ્નના જવાબમાં દીપિકાએ રિતિક રોશન સાથેની તેની કેમેસ્ટ્રીને બેસ્ટ ગણાવી હતી. તેણે કહ્યું કે તેની હૃતિક સાથે અદ્ભુત કેમેસ્ટ્રી છે.  ઉલ્લેખનીય છે કે બંને ટુંક સમયમાં ફિલ્મ ફાઈટરમાં સાથે જોવા મળશે.