Ranveer Singh એ જણાવ્યું કઇ રીતે લોહીથી લથપથ Deepika Padukone એ કર્યો હતો Ramleela માં ડાન્સ
દીપિકા (Deepika Padukone) ની દરેક પોસ્ટ પર રણવીર (Ranveer Singh) પોતાની કોમેન્ટ જરૂર આપે છે. તાજેતરમાં જ રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડીયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
નવી દિલ્હી: દીપિકા પાદુકોણ (Deepika Padukone) માટે રણવીર સિંહ (Ranveer Singh) નો પ્રેમ જગજાહેર છે અને આ પ્રેમને રણવીર (Ranveer Singh) અવારનવાર સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતાં રહે છે. દીપિકા (Deepika Padukone) ની દરેક પોસ્ટ પર રણવીર (Ranveer Singh) પોતાની કોમેન્ટ જરૂર આપે છે. તાજેતરમાં જ રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડીયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે દીપિકા (Deepika Padukone) ની પ્રશંસા કરતાં જોવા મળી રહ્યા છે. રણવીર સિંહે જણાવ્યું કે દીપિકાએ 'રામલીલા' (Ramleela) ફિલ્મ માટે મહેનત કરી હતી.
વાયરલ થઇ રહ્યો છે વીડિયો
વાયરલ થઇ રહેલા વીડિયોમાં રણવીર (Ranveer Singh) કહેતાં જોવા મળી રહ્યા છે ગીતના શૂટિંગ સમયે દીપિકાના તળિયાની આખી સ્કીન ઉતરી ગઇ હતી અને પગ આખો લાલ થઇ ગયો હતો. તેમને પરફોર્મ કર્યા બાદ ટેક થયો તો તે સેમી સર્કલમાં ફરી રહી હતી તો ત્યાં લોહીને ઘેરાવો થઇ ગયો હતો. આ હદે મહેનત કરીને તે અહી પહોંચી છે.
તમને જણાવી દઇએ કે આ વીડિયો ગત વર્ષે ડિસ્કવરી (Discovery) પર આવેલા એક શો 'મેગા આઇકન્સ' (Mega Icons) નો છે. જેમાં રણવીર (Ranveer Singh) કહે છે કે કઇ રીતે દિપીકા (Deepika Padukone) એ ફિલ્મ રામલીલા (Ramleela)ના ગીત 'નગાડા સંગ ઢોલ બાજે'માં ડાન્સ કર્યો અને કેટલી મુશ્કેલીઓ વેઠી.
આ ફિલ્મમાં રણવીર મળશે જોવા
રણવીરના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે જલદી જ પોતાની આગામી ફિલ્મ જયેશ ભાઇ જોરદાર (Jayeshbhai Jordaar) માં જોવા મળશે. ફિલ્મને દિવ્યાંગ ઠક્કર (Divyang Thakkar) ડાયરેક્ટ કરી રહ્યા છે અને ફિલ્મનું પ્રોડક્શન મનીષ શર્મા (Manish Sharma) અને યશરાજ ફિલ્મ્સ (Yash Raj Films) દ્રારા કરવામાં આવશે. આ ફિલ્મ 27 ઓગસ્ટ 2021માં રિલીઝ થશે. આ ઉપરાંત રણવીર (Ranveer Singh) ની વધુ એક ફિલ્મ 83 રિલીઝ માટે તૈયાર છે જે 4 જૂન 2021 ના રોજ રિલીઝ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube