નવી દિલ્હીઃ અભિનેતા રણવીર સિંહે પોતાની અપકમિંગ ફિલ્મ '83'ના લંડનમાં શૂટિંગનું શેડ્યૂલ પૂરુ કરી લીધુ છે. અભિનેતાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. આ સ્પોર્ટ્સ ડ્રામામાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે ફેન્સને ચિયર્સ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો કેપ્શનમાં તેણે લખ્યું, 'આ શેડ્યૂલ પૂરુ થયું, ચિયર્સ ફિલ્મ '83''


ફિલ્મ '83'ની વાત કરીએ તો કબીર ખાનના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ 1983મા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની જીતની કહાની પર આધારિત ફિલ્મ છે. 



ફિલ્મમાં રણવીર સિંહ સિવાય સાકિબ સલીમ, આર બદ્રી, હાર્ડી સંધૂ, ચિરાગ પાટિલ, પંકજ ત્રિપાઠી, અમ્મી વિર્ક અને સાહિલ ખટ્ટર પણ મુખ્ય ભૂમિલામાં છે.