મુંબઈ : રણવીર સિંહ અભિનીત સિમ્બા બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મ ગયા વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. ઝીરોની નિષ્ફળતા પછી ગભરાયેલી બોક્સઓફિસને આ ફિલ્મે તારી લીધી છે. આ ફિલ્મ રિલીઝ પછી ઝપાટાબંધ કમાણી કરી રહી છે અને એણે સાત જ દિવસમાં 150 કરોડ રૂપિયાની કમાણીનો આંક પાર કરી લીધો છે. આજે આ ફિલ્મે ઠગ્સ ઓફ હિન્દોસ્તાનના લાઇફટાઇમ કલેક્શન કરતા વધારે કમાણી કરી છે. આમિર ખાન અને અમિતાભ બચ્ચન અભિનીત ઠગ્સ ઓફ હિન્દોસ્તાન દિવાળી વખતની મેગા રિલીઝ હતી. જોકે આઠ જ દિવસમાં સિમ્બાએ કમાણીના મામલે ઠગ્સ ઓફ હિન્દોસ્તાનને પછાડી દીધી છે. 


સંભાળીને ! રણવીર અને દીપિકાના ચાહકોનો દિવસ બગડી જશે આ સમાચાર વાંચીને 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત પછી હવે ચીનની બોક્સઓફિસ પર પણ  બોલિવૂડ એક્ટર આમિર ખાન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને ચમકાવતી 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ની પકડ નબળી પડી રહી છે. આ ફિલ્મે ભારતમાં ભલે ત્રણ જ દિવસમાં 100 કરોડ રૂ.ની કમાણીનો આંકડો પાર કરી લીધો હોય પણ પછી એની કમાણી સતત ઘટી રહી છે. સામાન્ય રીતે આમિર ખાનની ફિલ્મો ચીનમાં પસંદ કરવામાં આવે છે પણ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ને ત્યાં પણ ધબડકો વાળ્યો છે. 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ને ચીનમાં રિલીઝ કરવામાં આવી હતી પણ એની કમાણી શરૂઆતથી જ બહુ ધીમી હતી. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે ચીનમાં પહેલા દિવસે 10.67 કરોડ રૂપિયા અને બીજા દિવસે 10.98 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ, ચીનમાં બે દિવસમાં આ ફિલ્મે કુલ 21.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે જે અપેક્ષા કરતા બહુ ઓછી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...