મુંબઈ : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમના લગ્નની તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ તસવીરોની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. રણવીર અને દીપિકાના ઇટાલીના લેક કોમો ખાતે કોંકણી અને સિંધી રિવાજોથી લગ્ન થયા હતા. 


રણવીર અને દીપિકાના લગ્નની આ તસવીરો વાઇરલ થઈ છે. દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેયર કરેલી તસવીરને એક કલાકમાં 40 લાખથી વધારે લાઇક મળ્યા છે. રણવીર સિંહે શેયર કરેલી તસવીરને માત્ર 6 લાખ લાઇક મળ્યા હતા. 12 કલાક પછી લગ્નની તસવીરને 4,813,023 likes મળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સિવાય આ બંનેએ લગ્નની તસવીર ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરી હતી. રણવીર સિંહે શેયર કરેલી તસવીરને 3,287,111 likes મળ્યા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...