મુંબઈ : બોલિવૂડમાં હાલમાં સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની એક્ટિંગ ક્ષમતાના બહુ વખાણ થયા છે. હાલમાં ‘કોફી વિથ કરણ 6’માં સારા અલી ખાને પોતાના પિતા સૈફની હાજરીમાં કહ્યું હતું કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઈચ્છે છે. સારાની આ કબૂલાત બાદ ફેન્સ પર સારા અને કાર્તિકને સાથે જોવા ઈચ્છે છે. વચ્ચે એવી પણ ખબર આવી હતી કે બંને 'બાગી 3'માં સાથે કામ કરવાના છે. 


તૈમુરને જન્મદિવસે માસી કરિશ્માએ કર્યો ખાસ મેસેજ, ટબુકડાની બર્થ-ડેની તસવીર વાઇરલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જણાવી દઈએ કે સારા રણવીર સિંહ સાથે ફિલ્મ ‘સિમ્બા’માં કામ કરી રહી છે, જે 28મી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ સારાની ફિલ્મ ‘કેદારનાથ’ રિલીઝ થઈ હતી, જેમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી. આ ફિલ્મમાં સારાની જોડી સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...