લાખોની દિલોની ધડકન રેપર રફ્તારના ડિવોર્સ થશે, 5 વર્ષ ડેટિંગ અને 6 વર્ષના લગ્નજીવનનો આવશે અંત
Rapper Raftaar Files Divorce: રેપર રફ્તાર (Rapper Raftaar), જેનુ અસલી નામ દિલીન નાયર (Dilin Nair) છે, તેમણે 5 વર્ષના ડેટિંગ અને 6 વર્ષના લગ્નજીવન બાદ પત્ની કોમલ વહોરા (Komal Vohra) થી તલાક (Divorce) લેવા માટે અહરજી આપી છે
Rapper Raftaar Files Divorce: રેપર રફ્તારે 6 વર્ષના લગ્નજીવનનો અંત લાવવાનુ નક્કી કર્યુ છે. તેણે પત્ની કમલ વોહરાથી તલાક લેવા માટે અરજી આપી છે. ડિસેમ્બર 2016 માં લગ્નના બંધનમાં બંધાયેલ કપલ કથિત રીતે લાંબા સમયથી અલગ રહેતુ હતું. જેથી હવે તેમનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે.
કપલના નજીકના પારિવારિક સૂત્રોએ જણાવ્યુ કે, રફ્તાર અને કોમલે 2020 માં જ તલાક માટે અરજી આપી હતી. મહામારીને કારણે તેમના ડિવોર્સ લંબાયા હતા. 6 ઓક્ટોબરના રોજ તેઓ તલાકના કાગળ પર સહી કરશે. રફ્તારની મુલાકાત કોમલ સાથે એક પારિવારિક મિત્રના માધ્યમથી થઈ હતી. બંનેએ 2016 મા લગ્ન કર્યા હતા, તેના પહેલા 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ હતું.
રફ્તારે ટ્વિટર પર પોતાના લગ્નની તસવીરો શેર કરી હતી. રેપરે ફોટો કેપ્શન પણ આપી હતી કે, મારી સોલમેટ સાથે મારા લગ્ન.
રફ્તારે પોતાના વ્યવસાયમાં કોમલનો ફાળો વ્યક્ત કર્યો હતો. જોકે, હવે બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. પોતાના લગ્નની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. બોલિવુડની વાત કરીએ તો, તમે રફ્તારને નુસરત ભરુચા સાથે એક ગીતમાં જોયો હશે. રિયાલિટી શો એમ ટીવી રોડીઝમાં તે ગેંગ લીડર પણ રહી ચૂક્યો છે.