ખૂબસુરતીમાં રવિનાથી પણ ચાર ચાસણી ચડે એવી છે તેની દીકરી, જુઓ Video
રવિનાની 13 વર્ષની દીકરી રાશા લુકમાં બિલકુલ માતા જેવી છે
મુંબઈ : બોલિવૂડની 90ના દાયકાની સુપરહિટ અને સુપરહોટ હિરોઇન રવિના ટંડનની દીકરી રાશા થડાણી હાલમાં 13 વર્ષની થઈ છે. હાલમાં રાશા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. તાજેતરમાં સ્કૂલના એન્યુઅલ ડેના ફંક્શનમાં ભાગ લેવા માટે આવેલા રવિના અને રાશા કેમેરામાં ક્લિક થઈ ગયા હતા. રવિનાની દીકરી રાશા લુકમાં બિલકુલ માતા જેવી અને ગજબની ખૂબસુરત લાગે છે.
લગભગ 25 વર્ષ ઈન્ડસ્ટ્રીમાં વિતાવી ચૂકેલી અભિનેત્રી રવિના 90ના દાયકાની પ્રસિદ્ધ અભિનેત્રી રહી છે. ફિલ્મી વાતાવરણમાં જન્મેલી રવિનાને બાળપણથી જ અભિનયનો શોખ હતો. કોલેજના અભ્યાસ દરમિયાન તેને 'પથ્થર કે ફૂલ' ફિલ્મની ઓફર મળી તો પોતાની પહેલી ફિલ્મમાં જ પોતાનો અભિનય પુરવાર કરી દીધો. ફિલ્મ 'સ્ટમ્પ્ડ' દરમિયાન રવિનાનો પરિચય ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાણી સાથે થયો અને પછી બંનેએ લગ્ન કરી લધા. તેમને બે બાળક દીકરી રાશા અને દીકરો રણવીર છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...