Rashmika Mandanna Oops Moment: દક્ષિણ ભારત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી નામના મેળવ્યા બાદ બોલીવુડમાં પોતાની એક્ટિંગનો હુનર  દેખાડનારી અભિનેત્રી રશ્મિકા મંદાના સોશિયલ મીડિયાથી લઈને સિનેમા જગતમાં  ખુબ એક્ટિવ રહે છે. રશ્મિકાએ પોતાની સુંદરતાનો લોકો પર એવો તે જાદુ ચલાવ્યો છે કે ફેન્સે તો તેને નેશનલ ક્રશનો ટેગ પણ આપી દીધો છે. રશ્મિકા મંદાનાની રોજરેજ નવી જૂની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. પરંતુ અભિનેત્રીની આ જે ફોટો વાયરલ થઈ તેમાં રશ્મિકાની ઉપ્સ મૂમેન્ટનો તે ભોગ બની તે જોવા મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પાણી પાણી થઈ ગઈ રશ્મિકા!
રશ્મિકાની વાયરલ તસવીર એક ઈવેન્ટ સમયની છે. જ્યાં તે લાઈવ ઈવેન્ટમાં ઉપ્સ મૂમેન્ટનો ભોગ બને છે. વાત જાણે એમ છે કે આ તસવીર થોડા સમય પહેલાની છે જ્યારે તે એક ઈવેન્ટમાં યલ્લો કલરની શર્ટ લુક સ્ટાઈલ શોર્ટ ડ્રેસમાં જોવા મળી. તે ખુબ સુંદર લાગી રહી હતી. એક ઈવેન્ટમાં વારંવાર પોતાનો ડ્રેસ સરખો કરતી જોવા મળી હતી. રશ્મિકા એક સોફા પર બેઠી હતી પરંતુ જેવી તેણે પોતાના પગની પોઝિશન બદલી કે તે ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની. આ પળના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા.  જો કે આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ અભિનેત્રી ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની હોય. આ અગાઉ પણ અનેક અભિનેત્રીઓ જાણે અજાણ્યે પોતાના કપડાંના કારણે લોકો સામે શરમિંદગીનો ભોગ બની છે. 



રશ્મિકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે ફિલ્મ મિશન મજનૂમાં જોવા મળી હતી. આ અગાઉ ફિલ્મ પુષ્પા, વરિસુ ગીતા ગોવિંદમ, ડિયર કોમરેડ, ગુડબાય, ભીષમા, કિરિક પાર્ટી જેવી અનેક ફિલ્મોમાં અભિનેત્રી પોતાનો દમ દેખાડી ચૂકી છે. રિપોર્ટ્સ મુજબ રશ્મિકા હાલ પુષ્પા 2ના શુટિંગને લઈને વ્યસ્ત છે.