રતન ટાટાના જીવન પર બનશે ફિલ્મ, ZEEL ના MD અને CEO પુનિત ગોયંકાએ કરી જાહેરાત
Ratan Tata Biographical Film : રતન ટાટાના મોતથી દેશવાસીઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. લોકો હજુ તેમની વિદાય પચાવી શકતા નથી જેના પરથી તેમના વ્યક્તિત્વનો ઔરા કેટલો મોટો છે તે સમજી શકાય. તેઓ હંમેશા સામાન્ય વર્ગના લોકો માટે વિચારતા હતા. તેમનું આ રીતે દુનિયાને વિદાય કરી દેવું એ દરેક માટે અસ્વીકાર્ય બની રહ્યુ છે.
Ratan Tata Biopic: રતન ટાટાના મોતથી દેશવાસીઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. લોકો હજુ તેમની વિદાય પચાવી શકતા નથી જેના પરથી તેમના વ્યક્તિત્વનો ઔરા કેટલો મોટો છે તે સમજી શકાય. તેઓ હંમેશા સામાન્ય વર્ગના લોકો માટે વિચારતા હતા. તેમનું આ રીતે દુનિયાને વિદાય કરી દેવું એ દરેક માટે અસ્વીકાર્ય બની રહ્યુ છે. આ મહાન વ્યક્તિત્વ ધરાવતા બિઝનેસ ટાઈકુન રતન ટાટાને (Ratan Tata) વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવા માટે ZEEL એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈસિસ લિમિટેડના એમડી અને સીઈઓ પુનિત ગોયંકાએ (Punit Goenka) તેમની બાયોગ્રાફી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
રતન ટાટા વિશે વાત કરતા પુનિત ગોયંકાએ કહ્યું કે, "તેમની ફિલ્મ બનાવવાનો હેતુ લોકોને આ મહાન વ્યક્તિત્વ વિશે જણાવવાનો છે. જેમણે પોતાના ઉત્તમ કાર્યોથી લોકો પર ઊંડો અને સકારાત્મક પ્રભાવ નાખ્યો છે, ખાસ કરીને યુવાઓ પર."
'ઝી'એ રતન ટાટા પર ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો
ZEEL ના ચેરમેન આર ગોપાલને (R Gopalan) કહ્યું કે, તેમના જવાથી દરેકને તકલીફ થઈ છે. ભારત હંમેશા તેમને યાદ કરશે. તેમની લાઈફ પર ઝી સ્ટુડિયોના બેનર હેઠળ ફિલ્મ બનાવશે. આશા છે કે આ મૂવી લોકો પર સકારાત્મક અસર પાડશે અને લાખો લોકોને તેમના પગલે ચાલવાની પ્રેરણા આપશે. જો કે આ પ્રોજેક્ટને ટાટા સંસ પાસેથી હજુ અપ્રુવ કરાવવાનો બાકી છે. આ ફિલ્મથી જે પણ પ્રોફિટ થશે તેનો ઉપયોગ જરૂરિયાતવાળાની મદદ માટે કરાશે. આ ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે કો પ્રોડ્યુસર તરીકે ZEE સ્ટુડિયો WION સાથે કોલોબરેટ કરશે જેથી કરીને 190 દેશો સુધી પહોંચી શકે.
રતન ટાટાના જીવન પર ફિલ્મ
બીજી બાજુ ઝી સ્ટુડિયોઝના ચીફ બિઝનેસ ઓફિસર ઉમેશ બંસલે (Umesh Bansal) પણ રતન ટાટાને યાદ કર્યા અને આ પહેલની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, "રતન ટાટાએ દુનિયાભરમાં ઓળખ બનાવી છે. દેશના બ્રાન્ડ ઝી સ્ટુડિયોઝની આખી ટીમ ખુબ સન્માનિત મહેસૂસ કરી રહી છે કે આપણે આવા જીવન પર બાયોગ્રાફી/ડોક્યુમેન્ટરી બનાવવાના છીએ. જેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેવું નથી. ઝી સ્ટુડિયો તેમના યોગદાન અને સાચા વિવરણને બારીકાઈથી દેખાડશે. અમે તેને બનાવવામાં કોઈ કસર નહીં છોડીએ."
ઝી મીડિયાના સીઈઓ કરણ અભિષેકે (Karan Abhishek) પણ રતન ટાટાજી પર ફિલ્મ બનાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે 'ZEE ન્યૂઝ ગ્રુપમાં અમે બધા આ પહેલ સાથે જોડાઈને ગોરવ અનુભવી રહ્યા છીએ. અમે તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.'