90 ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડને અનેક સુપરહીટ ફિલ્મો આપી છે. પણ હવે આ 48 વર્ષની અભિનેત્રીએ એક એવો ખુલાસો કર્યો છે જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. 90ના દાયકાની સુપરહીટ ફિલ્મ મોહરાના ગીત ટીપ ટીપ બરસા પાની... ગીત જે આજે પણ ખુબ હીટ છે. 29 વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મ મોહરાના ગીત, કે જેમાં અક્ષયકુમાર સાથે રવીનાએ ગજબનો રોમાન્સ કર્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે ગીતના શૂટિંગ બાદ તેણે એક ઈન્જેક્શન લેવું પડ્યું અને પછી તે બીમાર પડી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવીના ટંડને હાલમાં જ ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયા  બેસ્ટ ડાન્સરમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો. ફિલ્મફેરના એક રિપોર્ટ મુજબ આ દરમિયાન તેણે શુટિંગમાં આવેલી મુશ્કેલીઓનો અનુભવ શેર કર્યો હતો. શોમાં એક સ્પર્ધકે ટીપ ટીપ બરસા પાની ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું. ત્યારબાદ રવીના ટંડને ખુલ્લા પગે અને ઘૂટણના પેડ પહેરીને ગીતના શુટિંગનો કિસ્સો યાદ કર્યો. તેણે કહ્યું કે "મારે ટિટનેસનું ઈન્જેક્શન લેવું પડ્યું અને બે દિવસ બાદ વરસાદના કારણે હું બીમાર પડી ગઈ. સ્ક્રીન પર તમે જે ગ્લેમર જુઓ છો, તે પડદા પાછળની અનકહી કહાનીઓને છૂપાવી દે છે. રિહર્સલ દરમિયાન ઈજા થવી એ સામાન્ય વાત છે. આમ છતાં આપણે બધા તેને સહન કરીએ છીએ. પરંતુ શો ચાલતો રહેવો જોઈએ. ભલે સ્ક્રીન પર હોય કે પછી મંચ પર. દર્દ સહન કરવા છતાં કોઈના એક્સપ્રેશન અને સ્માઈલ ક્યારેય ઓછા થવા જોઈએ નહીં. આ એ સંઘર્ષ છે જે બધા કલાકાર અને કોરિયોગ્રાફર પડદા પાછળ સહન કરે છે."


અત્રે જણાવવાનું કે 'Tip Tip Barsa Pani' બોલીવુડનું આઈકોનિક સોંગ છે. તે 1994માં રિલીઝ થયેલી ફિલ્મ મોહરાનું ગીત છે. જેમાં અક્ષયકુમાર અને રવીના ટંડને પોતાની કેમિસ્ટ્રીથી આગ લગાવી દીધી હતી. ફિલ્મમાં સુનિલ શેટ્ટી, પરેશ રાવલ અને નસીરુદ્દીન શાહ જેવા કલાકારો હતા.  


વક્રફ્રન્ટની વાત કરીએ તો રવીના ટંડન વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે. જેમાં અક્ષયકુમાર, સંજય દત્ત, સુનિલ શેટ્ટી, અર્શદ વારસી, સહિત અનેક કલાકારો છે. તેને જ્યોતિ દેશપાંડે અને ફિરોઝ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મના ડાયરેક્ટર અહમદ ખાન હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube